Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડોદરાના સમતા વિસ્તારમાં ઘરમાં સુતેલ ચાર મહિનાની બાળકી પર શ્વાને હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેરના સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઉંઘતી માત્ર ચાર મહિના અને 3 દિવસની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. જો કે માતાને નજર પડતા ભારે જહેમત બાદ તે પોતાની વ્હાલસોયી બાળકીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલત જણાતા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાના જણાવ્યા મુજબ હાલ બાળકીની સ્થિતિ સારી છે પરંતુ આ સૌના હૃદય કંપવતી ગંભીર ઘટના છે. બાળકીના પિતા અશિષભાઈ એ જણાવ્યું હતું કે મારી બાળકી ઘરમાં સૂતી હતી બાળકીની ઉંમર માત્ર 4 મહિના અને 3 દિવસની છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી પત્ની મારી દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી અને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું. માતાએ પરત ફરતા કૂતરું બાળકીને બેરહેમી પૂર્વક માથામાં ઇજાઓ પોહચાડી લોહી ચાતું હતું. માતાની ભારે જહેમત બાદ બળકીનેજ પોતાના હાથમાં લઈ લીધી. બાળકીની ગંભીર હલાતને લઈ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં બાળકીને 15 થી વધુ માથાના ભાગમાં ટાંકા આવ્યા છે.

(4:52 pm IST)