Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ૧૩મીએ કેવડીયાકોલોનીમાં

ભાજપના ધારાસભ્‍યો-સાંસદો સાથે બેઠક

રાજકોટઃ ભાજપના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ચુંટણી પ્રચાર માટે અલગ-અલગ રાજયમાં પ્રવાસ કરી રહયા છે. તા.૧૩ મીએ તેઓ ગુજરાત આવશે. પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીના સાનિધ્‍યમાં ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્‍યો સાથે બેઠક યોજવામાં આવેલ છે. રાજયમાં  ભાજપની તોતીંગ બહુમતી છે. જેથી ગુજરાતમાંથી તેમને પુરતા મત મળશે. હાલનું દેશનું મતદાનનું આંકડાકીય ચિત્ર જોતા રાષ્‍ટ્રપતિ પદે તેમની જીતના સંજોગો ઉજજવળ છે.

(4:25 pm IST)