Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આંતરરાજય ગેંગની પૂછપરછમાં બાઇક ચોરીનું મોટું નેટવર્ક ખુલતા ખળભળાટ

મધ્ય પ્રદેશની આ ગેંગને ગુન્હાના કોઇ સીમાડા નથીઃ નવસારી, સુરત, સુરત ગ્રામ્ય, છોટા ઉદેપુર, ભરૃચ, પંચમહાલ અને વડોદરામાંથી વાહનો ઉપાડી મધ્યપ્રદેશ ટ્રાન્સફર કરી દેવાયા હતા. : નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટ ટીમને એસપી ઋષિકેશ ઉપાધ્યાયની રાહબરીમા મોટી સફળતા મળતાં દક્ષિણ ગુજરાતના રેન્જવડા રાજકુમાર પાંડિયન દ્વારા અભિનંદન વર્ષા

રાજકોટ તા.૪ મધ્યપ્રદેશની આંતરરાજય વાહનચોર ગેંગ દ્વારા મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ કરી નવસારી સહિત ગુજરાતભરમાંથી વાહનો ઉપાડી મધ્યપ્રદેશ ઉપાડી જતી ટોળકીની વધતી જતી ફરિયાદો અંગેની પડકારજનક કામગીરીનું ઓપરેશન પાર પાડવાની મહત્વની કામગીરી નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટ ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સચોટ પુરવાર થયો છે. મધ્યપ્રદેશ ગેૅગના આરોપીઓને ઝડપી પાડી પ્રથમ તબક્કે જ ૨૧ બાઇક મોટર સાયકલ કબ્જે કરવા સાથે વોેન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.

સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન પણ નવસારી પોલીસ દ્વારા બાતમીદારો અને સીસીટીવી જેવા ટેકનિકલ સરવેલન્સ આધારે ઝડપી પાડતા સમગ્ર ટીમને અભિનંદન આપવા સાથે વિશેષ માર્ગદર્શન આપેલ.

ઉપરોકત હકીકત આધારે ગત તા.૨૯/૦૬/૨૦૨૨ ના રોજ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પો.કો.સંદિપભાઇ પીઠાભાઇ તથા પો.કો.અર્જુનભાઇ પ્રભાકરભાઇ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પો.ઇન્સ.ડી.એસ.કોરાટ, પો.સ.ઇ. એમ.આર.વાળા પો.સે.ઇ. એસ.ટી.પારગી સહિતની ટીમ જલાલપોર ગાંધી ફાટક ઓવર બ્રીજ ઉપર હાંસાપોર અબ્રામા થઇ બીલીમોરા તરફ જતા ત્રણ રસ્તા પાસે વાહન ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગની વોચમાં રહી વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.

જેમાં મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી (૧) વિલેશ ઉર્ફે વિલીયા જુગડીયા ચોંગડ, ઉ.વ.–૨૧ તથા (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બન્ને રહેવાસી હાલ–સુરત કાપોદ્રા, આદર્શનગર, બીલ્ડીંગ નં.૩૫, ચોથા માળે સુરત, તા.જી.સુરત, મુળ રહે– સુમનીયાવાડગામ, ગેધારીયા ફળીયા, થાણા–સોંઢવા, ઉમરાલી ચોકી, તા.સોંઢવા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)નાઓને ચોરીની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવેલ અને તેઓની પુછપરછ કરતા સદર મોટર સાયકલ ચોરીની હોવાનો ઘટસ્ફોટ થયેલ

જેથી આરોપી વિલેશ ઉર્ફે વિલીયા જુગડીયા ચોંગડો જલાલપોર પો.સ્ટે પાર્ટ એ–ગુ.ર.નં. ૧૧૮૨૨૦૧૫૨૨૦૬૫૩/ ૨૦૨૨, ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે અટક કરી તા.૦૨/૦૬/૨૦૨૨ના  કલાક–૧૬/૦૦ સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ. આરોપીની વધુ પુછપરછ કરતા તેના સાગરીતો સાથે મળી નવસારી જિલ્લા તેમજ ગુજરાત રાજયના અલગ–અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરેલ છે જે વાહનો મધ્યપ્રદેશ રાજય ખાતે તેમના વતનમાં હોવાની કબુલાત કરેલ.

(1:24 pm IST)