Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગુરુને પગે લાગવા કે ભેટ ધરવા આવશો નહીં : ઘરમાં રહીને ગુરુપૂર્ણિમા ઉજવવા મોરારીબાપુ,રમેશભાઈ ઓઝાની અપીલ

રુદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું ગુરુને બદલે ગરીબ અને જરૂરિયાત મંદને ભેટ આપો

અમદાવાદ : ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. રમેશભાઈ ઓઝા પ્રેરીત સાંદિપની આશ્રમ ખાતે ગુરુપૂર્ણીમાની ઉજવણી કરાશે પરંતુ શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવશે. આથી ભાઈ શ્રી રમેશ ઓઝાએ લોકોને ઘરે રહીને ગુરૂ પૂર્ણિમા યોજવા અપીલ કરી છે.

 ગુરુપૂર્ણિમાને લઇને મારારિ બાપુએ પણ લોકોને અપીલ કરી છે કે ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકોને તલગાજરડા ન આવવા અપીલ કરી છે. કોરોનાના કારણે કોઇ કાર્યક્રમ ન હોવાની વાત કરી છે. સમૂહ પ્રસાદ જેવા કાર્યક્રમો પણ બંધ રખાયા છે

જૂનાગઢના રુદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ પણ શ્રદ્ધાળુઓને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ગુરુ પૂર્ણિમા નિમિતે કોઇ કાર્યક્રમ થશે નહીં. લોકો ગુરુને પગે લાગવા કે ભેટ ધરવા જવું નહીં. ગુરુને બદલે ગરીબ અને જરૂરિયાત મંદને ભેટ આપવા વિનંતી કરી છે.  .

(11:52 pm IST)