Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગુજરાત હાઈકોર્ટના આઠ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

ગાંધીનગર, વડોદરા અને જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી એક સાથે 47 કોરોના પોઝિટિવ કેસ

 

ગુજરાત હાઈકોર્ટના 8 કર્મીઓને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ  ફેલાયો છે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે 712 કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતા સુરતમાં સતત વધારો જોવા મળ્યો છે, જેના કારણે સુરત મહાનગરપાલિકાએ કેટલાક વિસ્તારોમાં 7 દિવસ સુધી પાનના ગલ્લા બંધ રાખવા માટેના આદેશ આપી દીધા છે.

 ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાની એન્ટ્રી જોવા મળી હતી. ગુજરાત હાઈકોર્ટના કર્મીઓમાં કોરોનાના લક્ષણો દેખા દેતા ફફડાટ જોવા મળ્યો હતો. કર્મીઓના ટેસ્ટ કરાવતા 8 લોકોને પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની ચપેટમાં વધુ લોકો આવી શકે તેની શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 47 એલઆરડી જવાન કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી કોરોના વિશે રિપોર્ટ માંગ્યો છે. ગાંધીનગર, વડોદરા અને જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી એક સાથે 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોલીસ વડાએ સેન્ટરોના પ્રભારી અધિકારી પાસેથી સંદર્ભમાં રિપોર્ટ માંગ્યો છે. એકલા વડોદરા પોલીસ સેન્ટરમાં 19 જવાનને કોરોના ચેપ લાગ્યો છે

 

(11:41 pm IST)