Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભારતની પ્રથમ ટ્રાન્સજે્નડર ઓપરેટર ઝોયાખાન : વડોદરામાં કોમન સર્વિસ સેન્ટરમાં કાર્યરત

ટેલિ મેડિસીન કન્સલ્ટેશન સાથે cscનું કામ શરુ કર્યું : કેન્દ્રીય મંત્રી રવિશંકરે ટ્વીટ કરીને બિરદાવી

નવી દિલ્હીઃ  ઝોયા ખાન ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓપરેટર બની છે.તે વડોદરામાં કાર્યરત છે. આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી ઝોયાને બિરદાવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની વડોદરા જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરમાં કાર્યરત ઝોયા ખાન ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓપરેટર છે. તેમણે ટેલિ મેડિસીન કન્સલ્ટેશન સાથે cscનું કામ શરુ કર્યું છે. તેમનું દૃષ્ટિકોણ ટ્રાન્સજેન્ડર સમુદાયને ડિઝિટલ સ્વરુપે સાક્ષર બનાવવામાં મદદ થવાનો અને તેમને રોજગારના શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થાય તે અંગેનો છે.

 

   નોંધનીય છે કે કોમન સર્વિસ સેન્ટર ભારત સરકાર દ્વારા ગ્રામીણ અને અંતરિયાળના સ્થળોમાં ઇ-સેવા પહોંચાડનારી સુવિધા છે. દેશમાં જ્યાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સેવા નહીંવત જેવી છે, ત્યાં આ સુવિધા પુરી પાડવામાં આવે છે. આશા છે કે ઝોયા ખાનની પહેલથી તેમના સમુદાયના લોકોને આગળ આવવા પ્રોત્સાહન મળશે

ગત ડિસેમ્બર 2019માં તમિલનાડુના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગમાં પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડરની નીમણૂક કરાઇ હતી. મુખ્યમંત્રી પ્લાનીસ્વામીએ અંબુ રેડ્ડી નામની ટ્રાન્સજેન્ડરની આ પદ માટેનો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો.

(11:21 pm IST)