Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

DRIના ડેપ્યુટી ડાયરેક્ટર પતિ વિરુધ્ધ પોતાને અને પુત્રને જાનનું જોખમ હોવાની પત્નીએ કરી ફરિયાદ

દહેજની માંગણી કરી મારઝૂડ, શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો નેશનલાઈઝ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી પત્નીએ કર્યો આક્ષેપ

અમદાવાદ: DRIના ડેપ્યુટી ડાયરેકટર IRS પતિથી પોતાને અને પુત્રને જાનનું જોખમ હોવાની ફરિયાદ અધિકારીની બેંક મેનેજર પત્નીએ નોંધાવી છે. પતિ સહિત સાસરિયા વિરુદ્ધની ફરિયાદમાં ભોગ બનનારે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યો છે. નેશનલાઈઝ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી પ્રિયંકા સિંહે અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પ્રશાંતકુમાર સિંહ, સસરા પુણ્યદેવ, સાસુ અનિતા અને મામા સસરા અશોક વિરુદ્ધ શારીરિક માનસીક ત્રાસ અને દહેજની માંગણી કરતા આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, 2013માં લગ્ન સમયે સાસુ સસરાએ પ્રિયંકાના માતા પિતા પાસે દહેજ પેટે રૂ.એક કરોડ,સોના ચાંદીના દાગીના અને ટોયટા ફોર વ્હીલ કારની માંગણી કરી હતી. જો કે પ્રિયંકાનાં માતા પિતાએ દહેજ પેટે કઈ નહીં આપીએ પણ દિકરીને જોઈતું હશે તે તમામ આપીશું તેવી રજુઆત કરી હતી. સમાજના લોકોના મધ્યસ્થીથી લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિવાળા ટોંળો મારતા અને કેહતા તારા પિતાએ અમારી કોઈ અપેક્ષા પુરી ના કરી. અત્યારે IRS ઓફીસરનો ભાવ એક કરોડ રૂપિયા છે. લગ્નજીવનથી પુત્રનો જન્મ થયો જે પાંચ વર્ષનો છે.

2016માં સાસુ,સસરા અને મામા સસરાની ચડામણીથી પતિએ પ્રિયંકાને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા કંટ્રોલમાં ફોન કર્યો પણ ફરિયાદ નહોતી કરી અને પિયરમાં રહેવા ગઈ હતી. સમાધાન થતા પતિ જોડે ફરી રહેવા માટે આવી હતી. જો કે ત્યારબાદ પણ પતિ પ્રિયંકા અને પુત્રને મારઝૂડ કરી રૂમમાં પુરી રાખતો હતો. પ્રિયંકાના માતા પિતા જોડે ગંદી ભાષામાં પતિ વાત કરતા અને દહેજની માંગણી કરતા હતા.

ગત તારીખ 20-4-2020ના રોજ શીલજના મેપલ કાઉન્ટી ખાતેના ફ્લેટમાં પતિ પ્રશાંતકુમાર પ્રિયંકા પાસે દહેજની ઉઘરાણી કરી કામવાળીની સામે લાફો માર્યો હતો. પ્રિયંકાનું ગળું પકડીને કહ્યું કે, હું IRS છું, દહેજ લેવામાં કઈ ખોટું નથી. આપડા દેશમાં દહેજપ્રથા ચાલતી આવે છે. જો આ મહિનાના અંત સુધી મને દહેજ નહીં મળે અને મારી શરતો મુજબ વર્તવામાં નહીં આવે તો તારે અને તારા છોકરાએ જાનથી હાથ ધોવા પડશે. ત્યારબાદ પતિએ પ્રિયંકાને અપશબ્દો બોલી પ્રાઈવેટ પાર્ટસ અને ગર્ભના ભાગે માર માર્યો હતો.

(9:27 pm IST)