Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 712 કેસ નોંધાયા : કુલ કેસ 35,398 : વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 1927

સુરતમાં હાહાકાર મચાવ્યો સૌથી વધુ 253 નવા કેસ, અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 61 કેસ, રાજકોટમાં 47 કેસ, ભાવનગરમાં નવા 20 કેસ, વલસાડમાં 19 કેસ, ગાંધીનગર અને ભરૂચમાં વધુ 15-15 કેસ : વધુ 473 દર્દીઓ સાજા થતા કુલ 25,414 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 712 નવા કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 35,398 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક 1927 થયો છે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 712 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. 

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયાં છે. અત્યાર સુધીમાં કુલ 25,414‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

   સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 253 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 52 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,487‬‬ પર પહોંચ્યો છે.

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 165 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,715‬‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 228‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,509 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1475‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3731 એક્ટિવ કેસ છે.

   છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 61 કેસ, રાજકોટમાં 47 કેસ, ભાવનગરમાં નવા 20 કેસ, વલસાડમાં 19 કેસ, ગાંધીનગર અને ભરૂચમાં વધુ 15-15 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૭૧૨ કેસ સપાટી પર આવ્યા હતારાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૦૧s

અમદાવાદ કોર્પોરેશન

૧૬૫

સુરત

૫૨

રાજકોટ

૩૬

વડોદરા કોર્પોરેશન

૩૪

વડોદરા

૨૭

વલસાડ

૧૫

ભરૂચ

૧૫

રાજકોટ કોર્પોરેશન

૧૧

ગાંધીનગર

૧૧

નવસારી

૧૧

ભાવનગર કોર્પોરેશન

૧૦

બનાસકાંઠા

૧૦

ખેડા

૧૦

ભાવનગર

૧૦

જુનાગઢ કોર્પોરેશન

મહેસાણા

અમદાવાદ

અરવલ્લી

કચ્છ

પાટણ

સાબરકાંઠા

સુરેન્દ્રનગર

જામનગર

ગાંધીનગર કોર્પોરેશન

આણંદ

ગીર-સોમનાથ

મોરબી

જામનગર કોર્પોરેશન

પંચમહાલ

મહીસાગર

બોટાદ

અમરેલી

દાહોદ

જુનાગઢ

દેવભૂમિ દ્વારકા

કુલ

૭૧૨

(9:29 pm IST)