Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં સાળી સાથે ઝઘડો કરી માથામાં લોખંડનો પંચ મારનાર બનેવી વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના રજપૂત ફળીયામાં રહેતી વિધવા બેનને તેમના બનેવી એજ ઝગડો કરી માથામાં પંચ મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
            પ્રાપ્ત માહિતી અનુસાર રજપૂત ફળીયામાં રહેતા નેહલબેન કિશોરસિંહ રાજએ આપેલી ફરિયાદ માં જણાવ્યું હતું કે પોતે વિધવા હોય તેમના બનેવી બ્રિજેશ ભાઇ રાજેશભાઇ પટેલ રહે.ચંન્દ્રવિલા સોસાયટી, રાજપીપળાએ કલ્પેશ નામના વ્યક્તિ પર ખોટો વહેમ રાખી નેહલબેનને ગમે તેમ ગાળો બોલ્યા બાદ બનેવીએ જણાવ્યું કે હું તારૂ પુરૂ કરીશ તારે કલ્પેશ સાથે સંબંધ રાખવાના નથી તેમ કહી ગાલ પર ત્રણ થપ્પડો મારી નેહલબેન નો ડ્રેસ છાતીના ભાગેથી ફાડી બીજા રૂમમાં જઇ હાથના પંજામાં લોખંડનો પંચ પહેરી ફરીયાદીને માથામાં જમણી બાજુ મારી ગંભીર ઇજા કરી હતી.શાળી નેહલબેનની ફરિયાદના આધારે બનેવી બ્રિજેસભાઈ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:18 pm IST)