Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રેપના આરોપી પાસેથી 35 લાખના તોડ પ્રકરણમાં પીએસઆઇ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી વિરુદ્ધ પોલીસને પૈસાની માંગણી અંગેના સજ્જડ પુરાવારૂપે કૉલ રેકોર્ડિંગ અને whatsapp ચેટ મળ્યા

અમદાવાદ: ખાનગી કંપનીના MD એવા બે રેપ કેસના આરોપીને પાસા કરવાની ધમકી આપી રૂ.35 લાખનો તોડ કરનાર પીએસઆઈ શ્વેતા જાડેજાને 3 દિવસના રિમાન્ડ પર સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસને પૈસાની માંગણી અંગેના સજ્જડ પુરાવારૂપે કૉલ રેકોર્ડિંગ અને whatsapp ચેટ પણ મળ્યા છે. આરોપીને ચુકવવામાં આવેલી રૂ.35 લાખની રકમ આંગડિયા પેઢી મારફતે જામ જોધપૂરના જયુભાને મોકલવામાં આવી છે.

GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહ પર બે રેપ કેસની ફરિયાદો પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજાએ પાસા કરવાની ધમકી આપી કેનલ શાહ પાસે રૂ.25 લાખની માંગણી કરી હતી. જેમાં ચર્ચા કરી ફાઈનલ 20 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું.

પ્રથમ કેનલ શાહએ તેમની ઑફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડિયા પેઢી મારફતે જાનકી નામથી રૂ.20 લાખની રકમ જામ જોધપુરના જયુભાને ફેબ્રુઆરી માસમાં મોકલ્યા હતા. આ મળ્યા બાદમાં કેનલ શાહ વિરુદ્ધ રેપ કેસના સાક્ષી યોગરાજસિંહએ કેનલ શાહ વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. શ્વેતા જાડેજાએ ત્રીજી ફરીયાદ થશે તો ચોક્કસ પાસા થશે તેમ કહી બીજા 20 લાખની માંગણી કરી હતી. આ મામલે રૂ.15 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. જે મુજબ ફરી ફેબ્રુઆરી માસમાં આર.સી.આંગડિયા પેઢી મારફતે જૈનાલી શાહે જાનકી નામથી જામજોધપુરના જ્યુભાને 15 લાખ મોકલ્યા હતા.

(7:17 pm IST)