Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મોડાસા-શામળાજી હાઇવે પર ત્રણ દિવસમાં બે અકસ્માત સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો

મોડાસા:મોડાસા-શામળાજી હાઈવે પર ગાજણકંપા ગામ પાસે ત્રણ દિવસમાં બે અકસ્માત સર્જાતા લોકોમાં આક્રોશ ભભૂક્યો હતો. શુક્રવારના રોજ મોડાસા-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો.હાઈવે રોડ ઉપર આડશ મુકી વાહનોને રોકી દીધા હતા.જેથી હાઈવે ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો.બાદમાં પોલીસ આવતા  ટ્રાફિકને હળવો કરતાં વાહનોની અવર જવર શરૂ થઈ હતી.

મોડાસા-શામળાજી નેશનલ હાઈવે ઉપર હાલ સમારકામ ચાલતું હોય ઠેરઠેર ડાયર્વઝન આપ્યુ છે.જેને લઈ વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હાઈવે પરના ગાજણકંપા પાસે ત્રણ દિવસમાં બે અકસ્માતની ઘટના બનતાં  લોકાએે વિરોધ કર્યો હતો. આખરે ગાજણકંપાના લોકોએ આજે ચક્કાજામ સર્જયો હતો.રોડ ઉપર બાઈકો અને આડસ મૂકી દેવામાં આવી હતી.જેથી રોડની બંને સાઈડે વાહનોની લાંબી કતારો જામી હતી.આ હાઈવે રોડ ઉપર મોટા વાહનો બેફામ રીતે હંકારતા નિર્દોષ લોકોને અસ્કમાતમાં જીવ ગુમાવવો પડે છે.ડાયર્વઝન ને લઈ અસ્કમાતનું પ્રમાણ વધી ગયું છે. હાઈવે ચક્કાજામ થતાં મોડાસા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ટ્રાફિક ને હળવો કર્યો હતો.ગામ લોકોને સમજાવી ટ્રાફિક હળવો કરાતા વાહનોની અવર-જવર શરૂ થઈ હતી.  કલાકો સુધી હાઈવે ચક્કાજામ થતાં વાહન ચાલકો કંટાળી ગયા હતા.આમ ગાજણકંપા પાસે હાઈવે ચક્કાજામ કરાતાં મોટીસંખ્યામાં ગ્રામજનો હાઈવે રોડ ઉપર ઉમટી પડયા હતા.

(5:41 pm IST)