Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ડીસા દક્ષિણ પોલીસે ગેરકાયદે કતલખાને લઇ જવાતા 227 ઘેટાં,બકરા ભરેલ ટ્રકને ઝડપી પાડી

ડીસા:દક્ષિણ પોલીસ દ્વારા ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા ૨૨૭ જેટલા  ઘેટાબકરા ભરેલી ટ્રકને શુભમ પાર્ટી પ્લોટ નજીકથી ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે ઘેટાબકરા  રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.

 ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ગેરકાયદેસર ડીસાના ગવાડીથી નંદાસણ જતી ટ્રકને રોકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા ૨૨૭ જેટલા નાના-મોટા બકરા મળી આવ્યા હતા.

(5:41 pm IST)