Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ધનસુરા તાલુકાના કિશોરપુરામાં પીકઅપ ડાલામાં બે બળદોને કતલખાને લઇ જતા શખ્સને પોલીસે અટકાવી ગુનો દાખલ કર્યો

ધનસુરા:તાલુકાના કિશોરપુરા ગામની સીમમાં ગુરૂવારના રોજ પીકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં બાંધી બે બળદ ને કતલખાને લઈ જવાતા હતા.જેથી પોલીસે બે બળદ સહિત કુલ રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્શને ઝડપી લીધો હતો.આ અંગે મોડાસા રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કિશોરપુરા ગામની સીમમાં પીકઅપ ડાલામાં ઘાસચારો કે પાણી ની સુવિધા નહી રાખી મોઢે-પગે,ગળાના ભાગે રસ્સી વડે મરણતોલ હાલતમાં ખીચોખીચ બળદ ૨ ને બાંધી કતલખાને લઈ જવાતા હતા. ત્યારે પોલીસને બાતમી મળતાં પોલીસે બે બળદને કતલખાને જતાં બચાવી લીધા હતા.બે બળદની કિં.રૂ.૧૪ હજાર તથા પીકઅપ ડાલાની કિં.રૂ.૪ લાખ મળી કુલ રૂપિયા ૪,૧૪,૦૦૦/- નો મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. આ અંગે  જયેશભાઈ મલાભાઈ ભરવાડ રહે.પાલનપુર,તા.મોડાસા નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી રાકેશકુમાર રામેશ્વરલાલ ભવારી રહે.રણાસણ,તા.તલોદ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:40 pm IST)