Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગાંધીનગર:લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપવા પોલીસે સઘન કામગીરી હાથ ધરી

ગાંધીનગર:લોકડાઉન ખુલ્યા બાદ જિલ્લામાં વિદેશી દારૃની હેરાફેરીના બનાવો નોંધપાત્ર રીતે વધી ગયા છે. ખાસ કરીને પરપ્રાંતમાંથી બુટલેગરો ખાનગી વાહનોમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહયા છે જેમાં પોલીસની ઝપટે પણ ચઢી રહયા છે. ત્યારે આવી સ્થિતિમાં લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં વિદેશી દારૃની ખેપ વધારી દેવામાં આવી છે જેથી પોલીસ પણ આવા દારૃના ખેપિયા મુસાફરોને પકડવા માટે એલર્ટ બની છે. ગાંધીનગર નજીક હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જયાં વાહનોનું ચેકીંગ થઈ રહયું છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી તે સમયે આરજે-ર૭-પીસી-૪૧૭૯ નંબરની લકઝરી બસને ઉભી રાખી હતી તેની ડેકીમાં તપાસ કરતાં એક પાર્સલ મળી આવ્યું હતું જેમાં જોતાં વિદેશી દારૃની ૧૭ બોટલ મળી આવી હતી. આ પાર્સલ અંગે પુછપરછ કરતાં બસમાં સવાર મુસાફર સાગર પ્રવિણભાઈ અકબરી રહે.અમરનાથ પાર્ક શેરી નં.૧, કોઠારીયા રોડ ભક્તિનગર, રાજકોટનું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:40 pm IST)