Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વડોદરા:વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે કારમાં જતા ચાર નશાબાજોને ઝડપી ગાડી ડિટેઇન કરી

વડોદરા:માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાં જતા  ચાર નશેબાજોને ઝડપી પાડી કાર ડિટેઈન કરી છે.

કરફ્યુના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં ાવી રહ્યંે છે.  ગત રાત્રે  સાડા દશ વાગ્યે માંજલપુર સરસ્વતી ચોકડી પાસે વાંકી ચૂકી ચાલતી કારને અટકાવીને તપાસ કરતાં કારમાં બેઠેલા ચાર મિત્રોએ નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતુ. જેથી પોલીસે કાર ચાલક   પંથ દિનેશભાઈ પટેલ (રહે. પાણેથાગામ તા.ઝઘડિયા જિ.ભરૃચ)ની સામે નશાની હાલતમાં કાર ચલાવવાનો  ગુનો દાખલ કર્ય છે. જ્યારે અન્ય ત્રણ નશેબાજો સામે  પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. જેમાં ૧. શિવમ સતિષભાઈ પટેલ (રહે. ઓરો હાઈટ્સ વડસર ગામ) (૨)  હિરલકુમાર મહેશભાઈ પટેલ (રહે. ઈન્દોર ગામ  તા.ઝઘડિયા જિ.ભરૃચ) અને ૩.  કિશન અજ્યભાઈ પટેલ (રહે. પાણેથા ગામ તા. ઝઘડીયા જિ.ભરૃચ )નો સમાવેશ થાય છે.

(5:35 pm IST)