Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વડોદરામાં મહિલાના એસબીઆઇના એકાઉંટમાંથી 4.49લાખ નેટ બેંકિંગથી ટ્રાંસફર થઇ જતા સાયબર સેલમાં ફરિયાદ દાખલ

વડોદરા: શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઘણા કિસ્સામાં ફરિયાદ નોંધવામાં આવતી નથી. આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. એક મહિલાના સ્ટેટ બેન્ક એકાઉન્ટમાંથી છ દિવસમાં નેટ બેન્કિંગથી ૪.૪૯ લાખ રૃપિયા ટ્રાન્સફર થઇ ગયા હતાં મહિલાએ સાયબર સેલમાં કરેલી ફરિયાદને એક મહિનો થવા છતાંય હજી ગુનો નોંધવામાં આવ્યો નથી.

હરણી રોડની તુલસીધામ સોસાયટીમાં રહેતાં વર્ષાબેન કિશનભાઇ નાથાણીનું સેવિંગ્ઝ બેન્ક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની દાંડિયાબજાર બ્રાન્ચમાં છે. તા.૨૭-૫-૨૦૨૦  ના રોજ તેમના બેન્ક એકાઉન્ટમાંથી ૧૬ ટ્રાન્ઝેક્શન મારફતે ૬૬,૮૪૪ રૃપિયા ટ્રાન્સફર થયા હતાં અને આશ્ચર્યજનક રીતે તે જ દિવસે પાંચ હજાર રૃપિયા એકાઉન્ટમાં પરત જમા થઇ ગયા હતા. ત્યારબાદ બીજે દિવસે તા.૨૮-૫-૨૦૨૦ ના રોજ ૧.૦૯ લાખ રૃપિયા જુદા જુદા ૩૫ ટ્રાન્જેક્શનથી ટ્રાન્સફર થઇ ગયા હતાં. તેવી જ રીતે તા.૨૯, ૩૦, અને ૩૧ મે તેમજ ૧લી અને ત્રીજી જૂને પણ રૃપિયા નેટબેન્કીંગથી ટ્રાન્સફર થઇ ગયા હતા. તા.૨૭-૫-૨૦૨૦ થી તા.૩-૬-૨૦૨૦ દરમિયાન કુલ ૪.૪૯ લાખ રૃપિયાની ઉચાપત થઇ હતી.

(5:34 pm IST)