Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વડોદરા:ગધેડા માર્કેટ નજીક કર્ફ્યુ દરમ્યાન નજીવી બાબતે બે યુવાનો બાખડ્યા:સામસામે ચપ્પુથી હુમલો થતા ગુનો દાખલ

વડોદરા:કિશનવાડી ગધેડા માર્કેટ પાસેના મિનરલ વોટરના પ્લાન્ટ પાસે કરફ્યુ સમય દરમિયાન બેસેલા યુવક સાથે દારૃ પીવા બાબતે ઝઘડો થતા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અજય ભૂપેન્દ્રભાઇ તડવી (ઉ.વ.૨૦)ના પિતાનું ૭ વર્ષ પૂર્વે અવસાન થયુ હતું.  ત્યારબાદ તેની માતાએ બીજા લગ્ન કરી લેતા હાલમાં અજય તડવી એકલો જ રહે છે અને મરઘીનો ધંધો કરે છે. 

ગતરાત્રે અગિયાર વાગ્યે અજય તડવી અને તેનો મિત્ર સુનિલ સીકલીગર ગધેડા માર્કેટ પાસે આવેલા મિનરલ વોટરના પ્લાન્ટ આવ્યા હતા. અજય એકટીવા પાર્ક કરીને ત્યાં ઉભો હતો.  ત્યાં બેસેલા રાજ ઉર્ફે કલ્લુ કહારે (રહે. દાંડિયાબજાર) અજયને કહ્યું કે અજય તુજે પ્લાસ્ટિક પીના હૈ ? (એટલે કે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલો દારૃ પીવો છે?) પરંતુ અજયે ના પાડી એવો જવાબ આપ્યો હતો કે, હું પ્લાસ્ટિક  પીતો નથી..તુમ લોગ પી લો. જેથી રાજ કહાર ઉશ્કેરાઇ ગયો હતો અને  હાઇ ફાઇ પીતા હૈ તેમ કહીને ચપ્પુ વડે અજયને છાતીના ડાબા પડખામાં ઘા મારી દીધો હતો. 

(5:33 pm IST)