Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વડોદરામાં ખમણની દુકાન પર મનપાએ ચેકીંગ હાથ ધર્યું:સ્વચ્છતા અંગેની નોટિસ ફટકારવામાં આવી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરોની ત્રણ ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે ખમણની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. એક ગ્રાહકે બાલુભાઈના ખમણની દુકાનેથી ખમણ લીધા હતા.

દુકાનમાં સ્વચ્છતા અંગેની ફરિયાદ તેણે વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાને કરી હતી જેથી ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોની ત્રણ ટીમ સંગમ ચાર રસ્તા નજીકની દુકાન મનીષા ચોકડી પાસે ઓપી રોડ પરની દુકાન અને મેન્યુફેક્ચરિંગ યુનિટ મદનઝાંપા રોડ ખાતે પહોંચી હતી અને ચેકિંગ કર્યું હતું.

(5:32 pm IST)