Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદના નવરંગપુરામાં કારના ડ્રાઈવરે રિક્ષાને હડફેટે લેતા બે શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેર માં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે કારના ડ્રાઈવરે રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ તેમજ કારના નંબર આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

(5:32 pm IST)