Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

દેશની મેડીકલ રાજધાની અમદાવાદમાં કોરોનાથી ઓપરેશનો ૭૦ ટકા ઘટયા

હોસ્પીટલો સાથે સંકળાયેલ અન્ય ધંધાના ૧૦ લાખ લોકોની આવકમાં પણ ગાબડુ

અમદાવાદઃ કોરોના કાળમાં દેશની મેડીકલ રાજધાની કહેવાતા અમદાવાદ લગભગ ઠપ્પ છે. લોકડાઉનના કારણે ખાનગી હોસ્પિટલોની આવકની સાથે જોડાયેલ ગેસ્ટ હાઉસ, ચાની હોટલો, વાહન ચાલકો સહિત ૧૦ લાખ લોકોની આવક ઉપર અસર પડી છે. અમદાવાદના મોટા ડોકટરો મુજબ ઓપરેશનમાં ૭૦ટકા સુધી ઘટાડો નોંધાયો છે. લોકો ફરજીયાત હોય તો જ ઓપરેશન કરાવે છે.

અન્ય રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજયોથી પણ દર્દીઓ દિલ્હી- મુંબઈની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય અમદાવાદ આવે છે. સામાન્ય રીતે અમદાવાદમાં મહીને ૮૦૦ ઓપન હાર્ટ સર્જરી થાય છે. જે ખુબ જ ઘટી છે.

(3:47 pm IST)