Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સુરતને વધારાના ૨૦૦ વેન્ટીલેટર અપાશે

શહેરમાં બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશેઃ કોરોનાનું સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે

સુરતની મુલાકાત બાદ વિજયભાઇ રૂપાણીની જાહેરાત

સુરત, તા. ૪ : સુરતની મુલાકાત બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતમાં બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. કોરોનાનાં દર્દીને અઘતન સારવાર અપાશે.  સુરતમાં ૧૦૦ ધન્વતરી રથ ૫૦૦ સ્થળોએ ફરશે.  સુરતમાં બે દિવસમાં ૨૦૦ વેન્ટિલેટર પહોંચાડાશે. કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની છુટ અપાશે. બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા કરાશે.

સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે. ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

(3:46 pm IST)