Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

બાળકો માટે ધીરજ સૌથી મોટી શિક્ષણ સંસ્થા છેઃ ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો

પતિ-પત્નિનો વિવાદ ઉકેલ બાળકોના ઉજજવળ ભવિષ્ય અંગે ગુજરાત હાઇકોર્ટનો સરાહનીય અભિગમ

અમદાવાદ તા. ૪ :.. પતિ-પત્નિ  (માતા-પિતા) વચ્ચે ચાલતાં બાળકોની કસ્ટડી અંગેના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને જણાવ્યું હતું. બાળકોના ઉજજવળ ભવિષ્યમાટે ઘર જ શિક્ષણ સંસ્થાન સમાન છે.

પતિ-પત્નિ વચ્ચે થયેલા તનાવના કારણે હાલના કિસ્સામાં તેમના બાળકોના ભવિષ્યને લઇને હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી હતી. અને જણાવેલ કે, ઘરમાં જેવું વાતાવરણ હોય બાળકોનું ભવિષ્યનું નિર્માણ પણ તેવું જ જાય છે. એટલા માટે જ પતિ-પત્નિ કે જયારે તેઓ માતા-પિતા છે. ત્યારે એક બીજા પરત્વે સહયોગ ખૂબ જ જરૂરી છે. સમજદાર માતા-પિતાએ તેના બાળકોના સુંદર ભવિષ્ય માટે સરળ વ્યવહાર રાખવો જોઇએ.

આ કિસ્સામાં માત્ર એક વર્ષ અને ત્રણ વર્ષના બે બાળકોની કસ્ટડી અંગે પતિ-પત્નિમાં વિવાદ ચાલતો હતો હાઇકોર્ટેઅંગત રસ લઇને બાળોના ઉજજવળ ભવિષ્ય માટે પતિ-પત્નિને સમાધાનકારી વલણ અપનાવવા સમજાવતાં પત્નિ તેના પતિના ઘરે જવા રાજી થઇ ગઇ હતી.

સમાધાન થઇ ગયા બાદ હાઇકોર્ટે તેઓ સુખમય જીવન વિતાવી શકે તે માટે દર છ મહિને નીચેની કોર્ટના જજશ્રીને ધ્યાન રાખવા સુચના આપી હતી, આમ સમય સમય પર દંપતિને બોલાવી જાણકારી મેળવી  બાળકોના સુંદર ભવિષ્ય સંબંધે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

(12:51 pm IST)