Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વડોદરાની પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં કોરોનાનો વિસ્ફોટ : LRDનાં 19 તાલીમાર્થીઓ પોઝિટિવ આવતાં ફફડાટ

20 તાલીમાર્થી LRD ના ટેસ્ટ કરાવતા 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ: કુલ 471 LRD જવાનો તાલીમ લઈ રહ્યા છે

 

વડોદરા : રાજ્યમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. આજે કોરોનાનાં કેસો 687 કેસો નોંધાયા છે. જેમાંથી વડોદરામાં આજે શહેરમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ નોંધાયા હતા. તેવામાં એક ચોંકાવનારો વિગત સામે આવી છે. વડોદરાના લાલબાગ પોલીસ ટ્રેનિંગમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અને પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં 19 જેટલાં તાલીમાર્થીઓ કોરોના પોઝિટિવ નીકળતાં ફફડાટ ફેલાયો છે.

વડોદારના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ શાળામાં 20 તાલીમાર્થી LRD (લોકરક્ષક દળ) જવાનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ અહીં રાજ્યમાંથી આવેલા 471 LRD જવાનો તાલીમ લઈ રહ્યા છે. જેને કારણે તમામ તાલીમાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

(12:53 am IST)
  • યુવાનોને મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન્સ તૈયાર કરવા વડાપ્રધાન મોદીની હાકલ: પીએમએ ભારતભરના આઈટી પ્રોફેશનલ યુવાનો અને સ્ટાર્ટ-અપ કોમ્યુનિટીને વિશ્વ સ્તરના મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન્સ તૈયાર કરવાની હાકલ કરતાં આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જની ઘોષણા કરી : આત્મનિર્ભર એપ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર ભાર મૂકતા વડા પ્રધાન access_time 1:10 am IST

  • રૂપલબેન રાજદેવને કોરોના પોઝીટીવ આવત ભારે ચિંતા કાનુડા મિત્ર મંડળના રૂપલબેન રાકેશભાઈ રાજદેવની ઉદારતા, સામાજીક કાર્યો અને ગુપ્ત દાન તથા મહિલાઓ પ્રત્યેની અપાર લાગણીથી તેઓ ખૂબ જ માન ધરાવે છેઃ સેંકડો લોકોના દુઃખ દર્દ લૂંછનાર રઘુવંશી સમાજના મોટાગજાના મહિલા અગ્રણીને કોરોના પોઝીટીવ આવતા સેંકડો ભાઈ- બહેનોમાં ઘેરી ચિંતાની લાગણી access_time 6:30 pm IST

  • મુંબઈ, કોંકણ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ ચાલુ : આગામી 2 થી 3 દિવસ અહિ વરસાદ ચાલુ રહેશે,વેધર સંસ્થા સ્કાયમેટ જણાવે છે કે દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે .રાજસ્થાનમાં પણ વરસાદ ચાલુ છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં કાલથી વરસાદ ચાલુ થઈ જશે access_time 10:03 pm IST