Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

મહુધા-વાસણા નજીક પીપળાનું ઝાડ ધડાકાભેર નીચે પડતા બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: બે બાળકોનો આબાદ બચાવ

મહુધા: તાલુકાના વાસણા થી કઠલાલ જવાના માર્ગપર આજે સવારે એક તોતીંગ પીપળાનુ ઝાડ પડયુ હતુ.જેને કારણે એક મોટર સાઇકલ ચાલક અને શાળાએ જતા બે બાળકો ઝાડ નીચે દબાઇ ગયા હતા.જ્યારે મોટર સાઇકલ ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.અને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

વાસણાથી કઠલાલ જવાના માર્ગ પર આજે સવારે ગામની ભાગોળે આવેલ એક પીપળાનુ ઝાડ પડી ગયુ હતુ.જેમાં આ મોટર સાઇકલ ચાલક વાસણા ગામના વિમલકુમાર સોઢા અને બે શાળાએ જતા વિદ્યાર્થીઓ ઝાડ નીચે દબાઇ ગયા હતા.આ ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા.અને દબાયેલા મોટર સાઇકલ ચાલકને અને શાળાએ જતા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યો  હતા.

(5:51 pm IST)