Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ધારાસભ્યો પર અવિશ્વાસનો પ્રવાસ ! કોંગ્રેસ હતાશ અને નિષ્ફળ

ખોટા આક્ષેપો બંધ કરોઃ ભરત પંડયાના ચાબખા

અમદાવાદ તા. ૪ : કોંગ્રેસના નેતાઓના નિવેદનમાં પ્રત્યાઘાત આપતા પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં  જ વિસંવાદીતા છે. કોંગ્રેસના નેતાઓ વારંવાર બદલતા પ્રવાસ અંગે કહી રહ્યા છેકે, લોકતંત્ર બચાવવા માટે કોંગ્રેસ બચાવવા માટે, મિનીવેકેશન માટે, શિબીર માટે તેમજ ભાજપ અમારા ધારાસભ્યોને તોડી ન આંખે એટલા માટે દુર માટ,ે કોંગ્રેસ બચાવવા માટે, મિનીવેકેશન માટે, શિબીર માટે તેમજ ભાજપ અમારા ધારાસભ્યોને તોડી ન નાંખે એટલા માટેદુર લઇ જઇએ છીએ. કોંગ્રેસના નિવેદનોમાં જ હતાશા, ખોટી દલીલો અને નેતૃત્વની નિષ્ફળતા છે. હીકકતમાં કોંગ્રેસમાં આંતરીક જુથબંધીની પરાકાષ્ઠા છ.ે ''વારંવાર સ્થાન બદલાતો પ્રવાસ'' કોંગ્રેસના નેતૃત્વનો કોંગ્રેસના ધારાસભ્યો ઉપર ''અવિશ્વાસનો પ્રાવસ'' છે.

પંડયાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઇ ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રીઓ તેમજ ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પૂર-પીડીતોની સેવાાં દિવસ-રાત કાર્યરત હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટકની ફાઇવસ્ટાર હોટલ/રીસોર્ટમાં જલસા કરતા હતા આ દ્રશ્યો ગુજરાતની જનતા હજુ ભુલી શકી નથી. કોંગ્રેસ પ્રજાથી દુર ભાગી રહી છે. કોંગ્રેસનું નેતૃત્વ પણ તેના ધારાસભ્યોથી દુર ભાગી રહ્યું છે કોંગ્રેસ ડુબતી નાવ છે. કોંગ્રેસ હંમેશા દેશહિત કે જનહિતની વિચારધારાથી વિપરીત કાર્યક્રમો કરતી રહી છ.ે કોંગ્રેસ માત્રાને માત્ર પ્રજાને ઉશ્કેરવાનું કામ કરતી રહી છે. ભાજપ ઉપર જુઠા આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં પોતાની સમય અને શકિત વાપરે. આવા સમયમાં કોંગ્રેસ પોતાના ઘરને સાચવી શકતી નથી એટલે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરે છે. કોંગ્રેસ હંમ્ેશા વેકેશનમાં જ હોયછે. તેમજ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઇ શકતી નથી.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ર૬માથી ર૬ સીટો આપી છે. ફરીથી દેશની જનતાએ જંગી બહુમતીથી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા છે. નરેન્દ્રભાઇ મોદી અને અમીતભાઇ શાહનું કુશળ, શકિતશાળી અને શ્રેષ્ઠ નેતૃત્વ દેશને મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ માત્ર ઇર્ષ્યા અને દ્વેષથી ભાજપ ઉપર ખોટા આક્ષેપો ન કરવા જોઇએ.

(1:26 pm IST)