Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સુરત અગ્નીકાંડઃ મૃતક 22 વિદ્યાર્થીઓનો કેસ લડતા વકીલ શેખની કારમાંથી દસ્તાવેજની ચોરી:ચકચાર

અગ્નિકાંડ સાથે જોડાયેલ દસ્તાવેજ પણ સામેલ :ચોરે દસ્તાવેજો ભંગારવાળાને વેચી દીધા

સુરતઃ ગુજરાતમાં સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં 22 સ્ટૂડેન્ટ્સના મૃત્યુ થયાં હતાં. આ મામલે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે જે વકીલ રાખ્યો હતો તે વકીલની કારમાંથી જરૂરી દસ્તાવેજ ચોરી થઈ જવાના અહેવાલ મળી રહ્યા છે. આ દસ્તાવેજોમાં અગ્નિકાંડ સાથે જોડાયેલ દસ્તાવેજ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજ કોઈ ભંગારવાળા પાસે હોય શકે છે.

 વકીલ શેખ તક્ષશિલા અગ્નિકાંડનો કેસ પેરેન્ટ્સ તરફથી લડી રહ્યા છે. કાલે તેમણે અડાજણ ક્ષેત્રમાં સ્થિત જૈનબ બંગ્લોઝ પાસે પોતાની કાર પાર્ક કરી હતી. એવામાં કોઈ એમની કારનો કાંચ તોડીને બેક ચોરીને ફરાર થઈ ગયો હતો. બેગમાં મૃત વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવેલ એફિડેવિટ સહિત અન્ય જરૂરી દસ્તાવેજો પણ સામેલ હતાં. મામલાને લઈ એડવોકેટ શેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  વકીલ શેખે કહ્યુ્ં કે, 'કારમાંથી ચોરી થયેલ બેગમાં તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડાયેલ દસ્તાવેજો સામેલ છે. પરંતુ તમામ દસ્તાવેજોની કૉપી અમારી પાસે હાજર છે. એટલું જ નહિ જરૂરી કાગળ પહેલા જ કોર્ટ સામે પ્રસ્તુત થઈ ચૂક્યાં છે. જેનાથી કેસ સંબંધી કોઈ નુકસાન થવાનો સવાલ નથી. સાથે જ ચોરી કરનાર શખ્સે દસ્તાવેજોને બેકાર માની ભંગારવાળાને વેચી દીધાં હતાં. એ ભંગારવાળાએ દસ્તાવેજોથી ભરેલ બેગથી મારો નંબર કાઢી મને જાણકારી આપી છે.'

(9:16 pm IST)