Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ડીસામાં ટ્રેન નીચે પડતું મૂકીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ :યુવકોની સમયસૂચકતાથી થયો આબાદ બચાવ

ટ્રેન આવતી જોઈને મહિલા અચાનક રેલ્વે ટ્રેક પર સુઈ ગઈ:ટ્રેનની ટક્કર લગતા મહિલા ટ્રેક પરથી ઉછળીને સાઈડમાં ફંગોળાઈ

 

ડીસામાં રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીક એક મહિલાએ મુસાફર ટ્રેન નીચે પડતું મૂકી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આસપાસના યુવકોની સમય સુચકતાથી મહિલાનો આબાદ બચાવ થયો હતો. જયારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે.

   અંગેની વિગત મુજબ ડીસા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પુરવઠા ગોડાઉન નજીક મહિલા બેઠી હતી તે દરમ્યાન મુસાફર ટ્રેન આવવાના સમયે મહિલા અચાનક ઉભી થઈને રેલ્વે ટ્રેક પર સુઈ ગઈ હતી.મહિલા રેલ્વે ટ્રેક પર સુઈ જતા ગોડાઉન પર મજુરી કરી રહેલા યુવાનોની નજર મહિલા પર જતા તેમણે બુમાબુમ કરતા રેલ્વેના ચાલકે પુરપાટ ઝડપે આવી રહેલી રેલવેને રોકવાનો પ્રયાસ કરવા માટે રેલવેને ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી.

 રેલ્વે ટ્રેક પર સુતેલી મહિલા સુધી ટ્રેન પહોંચે તે પહેલા ટ્રેનની ઝડપ ખુબજ ઓછી થઇ ગઈ હતી અને ટ્રેક પર સુતેલી મહિલાને ટ્રેનના આગળના ભાગની ટક્કર લગતા મહિલા ટ્રેક પરથી ઉછળીને રેલ્વે ટ્રેકની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી.. ગનીમતે ઘટનામાં મહિલાને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે જયારે તેનો જીવ બચી ગયો છે.

  ઘટના બાદ આત્મહત્યા કરવા આવેલી મહિલા હેબતાઈ ગઈ છે અને કઈ પણ બોલી શકવાની હાલતમાં હોવાના લીધે મહિલાની ઓળખ થઇ શકી હતી.. ઘટના બન્યાના કલાક બાદ આવેલી ૧૦૮માં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે.

(10:37 pm IST)