Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જાપાન એક્સટરનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના બિઝનેસ સપોર્ટ સેન્ટર (JETRO)નો કાલથી અમદાવાદમાં પ્રારંભ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, JETROના ચેરમેન-સીઇઓ હિરોયુકિ ઇશીગે અને મુંબઇ ખાતેના જાપાનના કોન્સયુલ જનરલ રહેશે ઉપસ્થિત

ગાંધીનગર : વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના જે પ્રયાસો કર્યા. તેના ફળદાયી પરિણામરૂપે જાપાન 2003 થી વાયબ્રન્ટ સમ્મિટ માં પાર્ટનર દેશ તરીકે જોડાયું છે. જાપાન ના 80 જેટલા ઉદ્યોગો ગુજરાતમાં  કાર્યરત છે. હવે જાપાન એક્સટરનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન - JETRO ના આ બિઝનેસ સેન્ટર શરૂ થતા જાપનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સઁસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  જેટ્રોના ચેરમેન અને સી.ઈ.ઓ હિરોયુકિ ઇશીગે અને મુંબઈ સ્થિત જાપાનના કોન્સયુલ જનરલની ઉપસ્થિતીમાં આ બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે.  સપ્ટેમ્બર 2017 માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો ઍબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર  ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા. 

અમદાવાદમાં કાર્યરત થાનારું આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે. આવતી કાલે ગુરુવારે સવારે 10 30 કલાકે આ સેન્ટરના પ્રારંભનો  સમારોહ હોટલ ક્રાઉન પ્લાઝા સીટી સેન્ટર એસ.જી હાઇવે અમદાવાદ ખાતે યોજાવાનો છે.

 

(6:36 pm IST)