Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સુરતની કાપડ બજારમાં છેતરપિંડીની ત્રણ ઘટનામાં 40.77 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ફરિયાદ

સુરત:કાપડબજારમાં છેતરપિંડીની ત્રણ અલગ ઘટનામાં હેન્ડવર્ક, ડાયમંડ સ્ટોનનું જોબવર્ક કરનારા અને દુપટ્ટાના વેપારી સાથે રૃ. ૪૦.૭૭ લાખની છેતરપિંડીની ફરિયાદો સલાબતપુરા પોલીસ મથકમાં અને સરથાણા પોલીસ મથકમાં  નોંધાઇ છે.

કતારગામ લલીતા ચોકડી રણછોડજી પાર્ક ઘર નં. ૨૪માં રહેતા ભીમજીભાઇ કાનાભાઇ કુંભાણી (ઉ.વ. ૫૨) હેન્ડવર્કનું કામ કરે છે. રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટની દુકાન નં. ૨૦૫૮-૫૯માં રાજલક્ષ્મી ડિઝાઇનર અને શ્રધ્ધા ડિઝાઇનર સાડીના નામે વેપાર કરતા પપ્પુરામ ઉર્ફે સુરેશભાઇ રામનિવાસ ચૌધરીએ કોહીનૂર માર્કેટ એ-૯૧માં ઓફિસ ધરાવતા અને દલાલી કરતા ભાઇ સુશીલ મારફતે ભીમજીભાઇનો સંપર્ક કરી હેન્ડવર્ક કરાવ્યું હતું.
શરૃઆતમાં સમયસર પેમેન્ટ બાદ ચાર મહિનાનું રૃ. ૩૧,૨૧,૭૭૫નું પેમેન્ટ ચૂકવ્યા વગર પપ્પુરામ દુકાન બંધ કરી ભાગી છુટયો હતો. તેના દલાલભાએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

(5:38 pm IST)