Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વડોદરામાં એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને 82 લાખની છેતરપિંડી કરનાર પોલીસના સકંજામાં

વડોદરા:એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને સાત યુવકો પાસેથી રૃપિયા ૮૨ લાખ પડાવી લેનાર ઠગને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, માંજલપુર દરબાર ચોકડી પાસે શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા નિરજ જયંતિલાલ સુથારે પોતાની એરફોર્સના અધિકારીઓ સાથે ટકાઉ ઓળખાણ છે. અને એરફોર્સમાં નોકરી અપાવી શકે છે.  નિરજ સુથારની વાતોમાં ભોળવાઈને નિરવ ઠાકોરભાઈ પટેલ (રહે. કલાકુંજ સોસાયટી, કારેલીબાગ) રૃપિયા ૧૯ લાખ  આપ્યા હતા. 

નિરવ ઉપરાંત  અક્ષય જગદીશભાઈ પટેલે રૃપિયા ૯.૫૦ લાખ, કેયૂર પ્રવિણભાઈ પટેલે રૃપિયા ૯.૫૦ લાખ, વસીમ ગફુરભાઈ મનસુરીએ રૃપિયા ૯ લાખ, રચિત ભાસ્કરભાઈ પંડયાએ રૃપિયા ૧૦ લાખ, હર્ષિલ અશોકભાઈ પટેલે રૃપિયા ૧૨.૫૦ લાખ તેમજ  જય ઘનશ્યામભાઈ પટેલે રૃપિયા ૧૨.૫૦ લાખ ઠગ નિરજ સુથારને ચૂકવ્યા હતા.

(5:37 pm IST)