Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પાલનપુરના ખોડલામાં લેવડદેવડના મુદ્દે ત્રાસ થતા મંત્રીએ આત્મહત્યા કરી

પાલનપુર: જિલ્લાના ખોડલા ગામે રૃ.૪ લાખની કથિત લેવડદેવડના મુદ્દે ત્રાસ સહન ન થતા એક મંડળીના મંત્રીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કર્યુ હતુ.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાસ બેંકની ખોડલા બ્રાન્ચના મેનેજર સહીત બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર જિલ્લાના ખોડલા ગામમાં રહેતા રામજીભાઈ પ્રેમજીભાઈ લોહ ખોડલા સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
સ્થાનિક બેંકમાં રૃ.૪ લાખની લેવડ દેવડના મુદ્દે તેઓને માનસીક ત્રાસ આપવામાં આવતો હતો. રામજીભાઈને નાણા જમા કરાવી દીધા હોવા છતાં તેમની સાથે છેતરપીંડી આચરી રૃ.૪ લાખની વસુલાત માટે વારંવાર ત્રાસ અપાતો હોવાથી કંટાળી ગયેલા રામજીભાઈ પ્રેમજીભાઈ લોહએ ઝેરી દવા પી જતા તેઓનુ મોત નીપજયુ હતુ. આ ઘટના સંદર્ભે મરનારના ભાઈ પરાગભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)