Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

લોકસભા ચુંટણી માટે કોંગ્રેસની કાલથી મુરતિયા પસંદ કરવાની કવાયત

રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કાલે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકવાર થશે મીટીંગ : કાલે સૌરાષ્ટ્ર-કચ્છની ૧ર બેઠકો માટે ચર્ચાઃ બપોરના ૧ર વાગ્યે રાજકોટ બેઠક માટે વિચારણા

રાજકોટ, તા., ૪: એક તરફ પક્ષપલ્ટાની અફરાતફરી નારાજગીનો દોર અને રીસામણા-મનામણા વચ્ચે આવતીકાલથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજયપ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કાલથી લોકસભા ચુંટણીની કવાયત આદરાશે પ-૬ અને ૭ તારીખે જીલ્લા અને બેઠકવાર મીટીગોનો દોર શરૂ થશે. આવતીકાલે ૧૦ વાગ્યે સુરેન્દ્રનગર ૧૧ વાગ્યે કચ્છની (એેસસી) બેઠક અને ૧ર વાગ્યે રાજકોટ બેઠક માટે ચર્ચા આદરાશે.

પ્રદેશ કાર્યાલય સુત્રોમાંથલી જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે રાજયપ્રભારી સવારે ૮ વાગ્યે ગુજરાત આવી પહોંચશે. ત્યાર બાદ સબંધીત વિધાનસભા બેઠક અને જીલ્લાવાર આગેવાનો સાથે મીટીંગો યોજાશે.

આ મીટીંગમાં પ્રેશ પ્રમુખ વિજયી નેતા  તથા પ્રદેશ હોદેદારો પણ ઉપસ્થિત રહેશે. તમામ જીલ્લાના આગેવાનોએ  બેઠકનું નોતરૂ પહોંચાડાયું છે.

સૌ પ્રથમ ૧૦ વાગ્યે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે મીટીંગ યોજાશે. ૧૧ વાગ્યે કચ્છ બેઠક માટે ૧ર વાગ્યે રાજકોટ બેઠક માટે ૧ વાગ્યે પોરબંદર ૪ વાગ્યે અમરેલી પ વાગ્યે ભાવનગર ૬ વાગ્યે ગાંધીનગર ૭ વાગ્યે ભાવનગર ૬ વાગ્યે ગાંધીનગર ૭ વાગ્યે ખેડા, ૮ વાગ્યે અમદાવાદ ઇસ્ટ અને ૯ વાગ્યે અમદાવાદ વેસ્ટ (એસસી) બેઠક માટે ચર્ચા-વિચારણા હાથ ધરાશે.

વ જુલાઇના રોજ ૧૦ વાગ્યે મહેસાણા ૧૧ વાગ્યે પાટણ, ૧ર વાગ્યે બનાસકાંઠા ૧ વાગ્યે સાબરકાંઠા, રવાગ્યે શહોદ (એસટી) ૩ વાગ્યે વલસાડ, ૪ વાગ્યે નવસારી, પ વાગ્યે સુરત, ૬ વાગ્યે બારડોલી (એસટી) ૭ વાગ્યે ભરૂચ અને આઠ વાગ્યે આણંદ બેઠક અંગે ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ૭ મી  જુલાઇના રોજ ૯ વાગ્યે છોટા ઉદેપુર (એસ.ટી.) ૧૦ વાગ્યે પંચમહાલ, ૧૧ વાગ્યે વડોદરા, બેઠક માટે ચર્ચા થશે.

ત્રણ દિવસ સુધી તમામ બેઠકો અંગે પ્રાથમિક ચર્ચા બાદ આગામી લોકસભા ર૦૧૯ માટેની પ્રાથમિક કામગીરીઓ આરંભી દેવાશે.(૪.૧૭)

(3:35 pm IST)