Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

અમદાવાદ: ગેંગરેપ કેસમાં ન્યાય મળવાની બાહેંધરી : પીડિતાના પિતાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી

મેટ્રોકોર્ટમાં પીડિતાનું બંધબારણે નિવેદન નોંધાવવામાં આવ્યું:વિડીઓગ્રાફી પણ કરાઈ

 

અમદાવાદમાં ચકચારી ગેંગરેપ મામલે પીડિતાનું પાંચ દિવસ બાદ નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતાએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ન્યાય મળવાની બાંહેધરી આપવામાં આવતા પીડિતાના પરિવારે હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી હતી.

  અમદાવાદના ચકચારી ગેંગરેપ કેસમાં નિર્ભયાકાંડની પીડિતાના પિતાએ નિષ્પક્ષ તપાસ માટે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી.ગઈકાલ સુધી પીડિતાનો પરિવાર ક્રાઈમ બ્રાન્ચની તપાસ પર સવાલ ઉઠાવતો હતો અને પીડિતાના પિતાએ કેસની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચને બદલે અન્ય તપાસ એજન્સીને તપાસ સોંપવાની માંગ કરી હતી. હાઈકોર્ટમાં પીડિતાના વકીલે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરી હતી. પરંતુ આજે પીડિતાને યોગ્ય તપાસની બાંહેધરી આપવામાં આવતા તેના પિતાએ હાલ પૂરતી તપાસની માંગ કરતી અરજી પાછી ખેંચી છે.

  હાઈકોર્ટમાં અરજી પરત ખેંચ્યા બાદ મેટ્રો કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધાવામાં આવ્યું છે. મેટ્રોકોર્ટમાં પીડિતાનું બંધબારણે નિવેદન નોંધાવવામાં આવ્યું હતું. સાથે  નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. મેટ્રો કોર્ટમાં નિવેદન નોંધાવતી વખતે પીડિતાનો પરિવાર તેની સાથે હાજર રહ્યો હતો. સોમવારે યોગ્ય દિશામાં તપાસ થાય તે માટે હાઈકોર્ટના શરણે પહોંચેલા પીડિતાના પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સેટેલાઇટ દુષ્કર્મ કેસમાં તપાસ સ્પષ્ટ અને ઝડપી કરવા કહ્યું હતું. પીડિતાએ આજે હાઈકોર્ટમાં અરજી પરત ખેંચી હતી. જે બાદ મેટ્રો કોટમાં પીડિતાએ નિવેદન નોંધાવ્યુ છે.

(9:14 am IST)