Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વાપીના ચણોદમાં લુટારુઓનું પોલીસ ઉપર ફાયરિંગ : યુપીનો ઇમરાન ઝડપાયો :ગેંગનો માસ્ટર માઈન્ડ ફરાર

લસાડ એલસીબી અને એસઓજીની ટીમનું સંયુક્ત ઓપરેશન :માસ્ટરમાઈન્ડ સુરજ ઉર્ફે મામાને ઝડપી લેવા નાકાબંધી

 

વાપીના ચણોદમાં લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા વાપીના ચણોદ વિસ્તાર મોડી રાતે લૂંટારુઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.

  વલસાડ એલસીબી અને એસઓજીની ટીમને બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને પકડવાની તૈયારીમાં હતી. જો કે લૂંટારૂઓને અગાઉથી જાણ હોય તેમ તેઓએ પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે પોલીસ તરફથી પણ આરોપીઓને ઝડપવા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.
  
ઘટનાસ્થળ પરથી પોલીસે એક આરોપી ઇમરાન કુરેશીની ધરપકડ કરી કાર અને કારમાં રહેલા અનેક ઘાતક શસ્ત્રો, એક પિસ્તોલ અને પાંચ કારતૂસ પણ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસ અને લૂંટારુઓ વચ્ચે ઘર્ષણના કેટલાક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જો કે સમગ્ર ઘટનામાં માસ્ટરમાઇન્ડ સુરજ ઉર્ફે મામા ફરાર થઇ ગયો હતો.

  વાપી ના ચણોદ વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ પોલીસે ઇમરાન કુરેશી ની ધરપકડ કરી છે. જે મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું બહાર આવ્યું છે. તો ગેંગનો માસ્ટરમાઈન્ડ સુરજ ઉર્ફે મામાને ઝડપી લેવા પોલીસે નાકાબંધી શરૂ કરી છે.

(12:24 am IST)