Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

અમદાવાદના ઇસનપુરની યુવતી ઉપર સામુહીક દુષ્‍કર્મના કેસમાં આરોપી ઋષભ મારૂ ક્રાઇમ બ્રાન્‍ચ સમક્ષ હાજર : આ કેસમાં ઋષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્‍યો છ, આ છોકરીને તે ઓળખતો પણ નથીઃ ઋષભના પિતાનો દાવો

અમદાવાદઃ અમદાવાદમાં થોડા દિવસો પહેલા યુવતી ઉપર સામુહીક દુષ્‍કર્મ આચરવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ત્‍યારે આ ઘટનામાં આરોપી ઋષભ મારૂ ક્રાઇમ બ્રાન્‍ચ સમક્ષ હાજર થયો હતો. જો કે તેના પિતાએ તેના પુત્ર સામેના દુષ્‍કર્મના આરોપને ફગાવી દઇને તેમના પુત્રને ખોટી રીતે ફસાવી દીધો હોવાનું જણાવ્‍યું છે.

અમદાવાદ ગેંગરેપ કેસમાં સોમવારે આરોપી વૃષભ મારુનો પરિવાર મીડિયા સમક્ષ હાજર થયો હતો. વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ દાવો કર્યો હતો કે આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. વૃષભ આ છોકરીને ઓળખતો પણ નથી. ઇન્ટાગ્રામના જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. તેમજ બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. હાલ તે પરિવારનાં સંપર્કમાં નથી.

ગૌરવના કાકીએ મીડિયા સાથેની વાતચીતમાં વાયરલ થયેલી ચેટિંગ મામાલે કહ્યું હતું કે, "ગૌરવના નામે કોઈએ ડમી એકાઉન્ટ બનાવીને આવી માંગણી કરી હતી. જે આઈડીમાંથી પીડિતાને મેસેજ થયા છે તે ગૌરવનું નહીં પરંતુ ડમી એકાઉન્ટ છે."

વૃષભના પિતા અને તેની કાકીએ જણાવ્યું હતું કે, ગૌરવ, પીડિતા અને યામિની વચ્ચે પ્રેમસંબંધ હતા તે છાપાઓમાં આવી ચુક્યું છે. આ જ પ્રેમ પ્રકરણમાં ગૌરવને ફસાવવામાં આવ્યો છે.

વૃષભના કાકીએ મીડિયા સામે જણાવ્યું હતું કે છેલ્લે તેણે 29મી તારીખે વૃષભ સાથે વાતચીત કરી હતી. એ સમયે તેણે આ આખી ઘટનામાં તે પોતે નિર્દોષ હોવાની વાત કહી હતી. તેના પર લાગેલા ગંદા આરોપ પર તેણે કહ્યું હતું કે તે નિર્દોષ છે.

વૃષભ પર રેપનો આક્ષેપ કેમ મૂક્યો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેના પરિવારે સતત એવું રટણ કર્યું હતું કે અમે પણ એ વાત જાણવા માંગીએ છીએ કે પીડિતા આવું શા માટે કરી રહી છે. પરિવારે કહ્યું હતું કે અમારે પણ એ વાત જાણવી છે કે તે શા માટે આવું કરી રહી છે. અમારે પણ સત્ય જાણવું છે.

પરિવારે સ્વીકાર કર્યો હતો કે ગૌરવ અને વૃષભ બંને મિત્રો છે. વૃષભના પિતાના જણાવ્યા પ્રમાણે ગૌરવ ક્યારેક ક્યારેક તેના ઘરે પણ આવતો જતો હતો. પરિવારે એવું પણ કહ્યું હતું કે વૃષભ મહિનામાં 20થી 25 દિવસ અમદાવાદ બહાર જ રહેતો હોય છે.

(5:46 pm IST)