Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વડોદરામાં ઉલ્‍ટી ગંગા : 37 વર્ષીય પત્‍ની મોજશોખ પુરા કરવા માટે બુટલેગર બનવા દબાણ કરતી હોવાની પતિની ફેમીલી કોર્ટમાં છુટાછેડા માટે અરજી

વડોદરાઃ વડોદરામાં ઉલ્‍ટી ગંગા જેવો કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં પત્‍નિને પોતાના મોજશોખ પુરા કરવા માટે પતિને બુટલેગર બનવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ અમદાવાદ કોર્ટમાં ફરીયાદ કરી છે.

રમેશ પાછલા 15 વર્ષથી અહીં આવેલ એક મસાલા મીલ ખાતે કામ કરે છે. જોકે તેના જણાવ્યા મુજબ તેની પત્ની રેશમાને તેના કામકાજથી સંતોષ નથી. આપ્ટેએ કહ્યું કે તેન પત્નીને દર અઠવાડિયે બહાર મોટી મોટી રેસ્ટોરન્ટમાં જમવા જવાનો શોખ છે. ઉપરાંત તેની માગ છે કે તેને દર અઠવાડિયે મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા લઈ જાઉં અને વર્ષમાં એકવાર વેકેશન માટે કોઈ હિલસ્ટેશનની ટ્રીપ કરાવું.

પોતાના શોખ પૂરા કરવા માટે તેની પત્ની રેશમા પોતાના કાકાના દારુના વેપારમાં જોડાવા માટે દબાણ કરે છે. જેથી ઓછા રોકાણ સાથે વધુ કમાણી કરી શકાય અને તે પોતાની લેવીશ લાઈફસ્ટાઈલ માણી શકે. તેટલું નહીં રેશમાના પરિવારના સભ્યો પણ તેમના વેપારમાં જોડાઈ જવા અને પાર્ટનરશિપમાં ધંધો શરુ કરવા માટે પ્રેશર કરી રહ્યા છે. કોર્ટમાં તેણે કહ્યું કે દારુ વેચવા કરતા પોતે મસાલા મીલમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે.

આપ્ટેની પિટિશનમાં કહેવાયું છે કે તેણે પોતાની પત્નીને મચક આપતા તેણે આપ્ટેની વયોવૃદ્ધ માતા પર દબાણ કરીને આપ્ટેને દારુ વેચવાના વેપારમાં જોડાવા માટે સમજાવવા કહેવામાં આવી રહ્યું છે. કોર્ટમાં આપ્ટેના વકીલ .જે. ચૌહાણે કહ્યું કે, ‘જ્યારે પણ મારા ક્લાયન્ટ દ્વારા બાબતે વચ્ચે પડવામાં આવે છે ત્યારે ત્યારે તેની પત્ની દ્વારા સંતાનો અને પડોશીઓની સામે અપમાનીત કરી હડધૂત કરવામાં આવે છે.’

કેટલાય દિવસો સુધી રોજ ઝગડા કર્યા બાદ એક દિવસ રેશમાએ સંતાનો સાથે પતિનું ઘર છોડી દીધું અને પીયર ચાલી ગઈ. જ્યાં તેણે પતિ અને તેના પરિવાર વિરુદ્ધ હાથાપાયીનો કેસ દાખલ કરી દીધો છે. તેમજ કોર્ટમાં આપ્ટેએ જણાવ્યું કે રેશમાના બુટલેગર કાકાનો વેપાર ખૂબ મોટો છે અને તેમણે જોરજબરજસ્તીથી તેનું સ્કૂટર પણ ઉઠાવી ગયા છે. જેનો ઉપયોગ કદાચ દારુની ખેપ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે આપ્ટેને પોતાનું સ્કૂટર ખૂબ ઝગડો કર્યા બાદ પરત મળી ગયું હતું. પરંતુ બધાથી કંટાળી તેને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કપલને બે સંતાનો પણ છે.

(5:42 pm IST)