Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

કોંગ્રેસમુકતના સપના જોતી ભાજપ આજે કોંગ્રેસયુકત થઇ રહી છેઃ હાર્દિક પટેલઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ સિનીયર અને જુનીયરનું સમન્‍વય કરીને સિનીયરોનું સન્‍માન જળવાઇ તે રીતે કાર્ય પધ્‍ધતી અપનાવવી પડશેઃ અલ્‍પેશ ઠાકોરઃ કુંવરજીભાઇ બાવળીયાના રાજીનામા બાદ પાસના કન્‍વીનર અને કોંગ્રેસના ધારાસભ્‍યએ પ્રતિક્રિયા આપી

ગાંધીનગરઃ જસદણના કોંગ્રેસના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાએ આજે ભાજપમાં પ્રવેશતા પાસના કન્‍વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોરે પ્રતિક્રીયા વ્‍યકત કરી હતી.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બાવળિયાનું રાજીનામું એ દુઃખ બાબત છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓએ સિનિયર અને જુનિયરનો સમન્વય કરીને સિનિયરોનું સન્માન જળવાય એ પ્રકારે કાર્યપદ્ધતિ અપનાવવી પડશે. અને જ્યાં વ્યક્તિગત સ્વાર્થો આવે છે ત્યાં નારાજગી આવે છે. જ્યાં અપેક્ષાઓ આવે છે ત્યાં નારાજગી આવે છે. પ્રજા માટેની નારાજગી હોવી જોઇએ. રાજનીતિનો મુળ ગુણધર્મ શું છે? પ્રજાના કામો થાય પ્રજાના કામો થકી પ્રજાને શુખ આપી શકે. એના માટે નારાજગી આવી શકે પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે હું જ્યારે પણ જોવું છું ત્યારે બધાની વ્યક્તિગત નારાજગીઓ આવે છે.

કુવરજીભાઇની આ ઘટના દુઃખદ છે. મારું વ્યક્તિગત માનવું છે કે, તેઓ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી રહ્યા છે તો તેમણે કોઇ નિર્ણય લેતા પહેલા કોઇને પૂછવું જોઇતું હતું. હવે જે પણ થયું છે એમાંથી પ્રદેશ નેતાઓએ આ બાધામાંથી શિખીને સમન્વય સાધવાની જરૂર છે. એમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીની સિસ્યમ છે જેમાં નાના મોટા બધાનું સન્માન થવું જોઇએ. નિર્ણય કરવામાં પણ સર્વસન્મતિ થવું જોઇએ. પરંતુ પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાનો સવાલ કરતા વ્યક્તિની મહત્વકાંક્ષાઓ વધે છે ત્યારે આ પ્રકારના નિર્ણય લેવાય છે. બંને પક્ષોમાં આવન-જાવન ચાલી રહી છે એ લોકતંત્ર માટે હાનિકારક છે. તમે યુવાનો મળીને લોકસભાની ચૂંટણીને કેવી રીતે મજબૂત કરશો. રાજનીતિમાં 100 ટકા સાચા ઇમાનદાર નેતાઓ આવવા જોઇએ. રાજનીતિમાં શું આપણે ગુંડાઓને જોવા માંગીએ છીએ. સારા લોકોને રાજનીતિમાં જોવા માંગીએ છીએ. ઇમાનદાર સિનિયર હોય કે જુનિયર હોય સારા લોકો આવે અને સાથે મળીને ગુજરાતનું ભલું કરે. પાર્ટીઓના ભલા કરતા ગુજરાતનું ભલું થાય. મારી વિચારધારા એ ગુજરાતનો વિકાસ છે. કે ચાહે ખેડૂતોની હોય કે યુવકોના રોજગારીના હોય, ગરીબની વાત હોય, ગામડાની વિકાસની વાત હોય.

બીજી તરફ પાસ કન્વિનર હાર્દિક પટેલે પણ આ ઘટના અંગે ભાજપ ઉપર પ્રહાર કરતા ટ્વિટ કહ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાનું સપનું જોઇ રહેલી ભાજપ પોતાને કોંગ્રેસ યુક્ત કરી રહી છે. એક નહીં બે નહીં પરંતુ પાંચ વખતથી ધારાસભ્ય રહેલા ભાજપના નેતાઓને મંત્રીપદ નહીં આપ્યું પરંતુ કોગ્રેસથી ભાજપમાં ગયેલા નેતાઓ તરત જ મંત્રી પદ ..!! ગુજરાત ભાજપના જૂના ધારાસભ્યોની હાલત જોઇને દુઃખ થાય છે.

(5:36 pm IST)