Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે સયાજીબાગમાં 5000 વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિના થીમ સાથે ઝુંબા નૃત્ય યોજવામાં આવ્યું ; સયાજીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડોદરા :વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે સયાજીબાગ ખાતે એઇડ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિના થીમ સાથે પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ સહિત યુવાનો માટે ઝુંબા નૃત્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડો.મુનિ મહેતા, કાઉન્સિલર અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિતના મહાનુભાવો, પર્યાવરણવિદો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.વન વિભાગ દ્વારા કાર્યક્રમમાં બાગ ખાતે 5000 વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે ગ્રીનેથોન યોજવામાં આવ્યું હતું. જે યોજવા પાછળનોમુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રાખવા અને તે માટે યુવાનો અને નગરજનોને પ્રેરિત કરવાનો છે.

 કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવામાટે જાગૃતિ ફેલાવવા વિવિધ પર્યાવરણલક્ષી પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડિંગ્સનું પ્રદર્શીત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં એરફોર્સ, આર્મી સ્કૂલ, ONGC, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન , ગુજરાત રિફાઈનરી, મોર્નિંગ વોકર્સ ક્લબ, ઈન્ડિયન એન્વાયરમેન્ટ એસોસિએશન, ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, વડોદરા મહાનગર સેવાસદન, ઈન્ડિયન એસોસિએશન ફોર એર પોલ્યુશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી.

 

વડોદરામાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા વિશેષ વિદ્વાનો, તજજ્ઞો અને પ્રતિષ્ઠિત નાગરિકોનું અમારી સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ ઉપસ્થિત લોકોએ પર્યાવરણની રક્ષણ કરવાના શપથ લીધા હતા. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સયાજીબાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

(11:48 pm IST)