Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

સુરતમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કેક કાપી જન્મોત્સવ ઉજવાયો: 8 હજાર દીવાથી કરાઈ આરતી

ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં 70 હજારથી વધુ લોકોએ ફ્લેશ લાઇટ કરતાં ગ્રાઉન્ડ જળહળ્યું: 51 કિલોની કેક કાપી શ્રીહનુમાન જન્મોત્સવ ઉજવાયો

સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસ યુવા કથા ચાલી રહી છે. સાળંગપુરધામના હરિપ્રકાશદસ સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ચોથા દિવસે શ્રીહનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ મય બન્યું હતું. શ્રીહનુમાન જન્મોત્સવને લઈને સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. સમગ્ર કથા મંડપને પણ ફુગ્ગાથીસુશોભિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત 51 કિલોની કેક દાદાને ધરવામાં આવી હતી

 

સુરતના આંગણે ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે. સાળંગપુરધામના હરિપ્રકાશદસ સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના ચોથા દિવસે અહી ભવ્ય અને દિવ્ય શ્રીહનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ૭૦ હજારથી વધુ ભાવિક ભક્તો આ પ્રસંગે હાજર રહ્યા હતા. શ્રીહનુમાન જન્મોત્સવને લઈને સમગ્ર કથા મંડપને પણ ફુગ્ગાથીસુશોભિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 51 કિલોની કેક દાદાને ધરવામાં આવી હતી

કે, હનુમાન જન્મોત્સવ નિમિત્તે કથા સમિતિ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપતી ખાસ કેક બનાવવામાં આવી હતી. તેનું કટિંગ પણ કરાયું હતું. આ દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. એટલું જ નહીં સ્ટેજ પરથી હરિપ્રકાશ સ્વામી અને આમંત્રિત મહેમાન દ્વારા 51 કિલો કેકનું કટિંગ કરાયું હતું. આ પછી 8 હજારથી વધુ દીવાથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી ઉતારાઈ હતી. આ સાથે જ 70 હજારથી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ કરતાં આખું ગ્રાઉન્ડ જળહળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હનુમાન જન્મોત્સવ સાથે હાજર સૌ કોઈ લોકો ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. અને જય કસ્ટભંજન દેવ અને જય શ્રી રામના નારાથી સમગ્ર ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.

 

(11:46 pm IST)