Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

જંબુસરમાં અમનપોર ગામેથી કતલખાને લઈ જવાતી 4 ગાયોને બચાવાઈ :બે આરોપી ઝડપાયા : બે વોન્ટેડ

ચાર ગાયો ટેમ્પો મળી 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

વડોદરાના જંબુસર તાલુકાના અમનપોર ગામેથી ખાનપુર બોલેરો ટેમ્પામાં કતલ માટે લઈ જવાતી 4 ગાયો સાથે વેડચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

વેડચ પોલીસ મથકના કુંવરસિંહ નાઈટ પેટ્રોલિંગમાંથી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે સફેદ બોલેરો ટેમ્પામાં ગાયો કતલખાને લઈ જવાતી હોવાની બાતમી મળી હતી.

બાતમી આધારે જંબુસરની નોંધણા ધોળી પરબ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન અમનપોર થી ખાનપુર ગામ જતા બોલેરો ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પાનો પાછળનો ભાગ ખોલતા ક્રુરતાપૂર્વક બાંધેલી 4 ગાય મળી આવી હતી.

ખાનપુરના ડ્રાઈવર સાહિલ નજીર વોરા પટેલ અને તેની સાથે રહેલા સરફરાજ ઇલ્યાસે આ ગાયો કતલ માટે ગામના સકીલ મોહમદ વોરા પટેલે મંગાવી હોવાનું કબુલ્યું હતું.

 

અમનપોરના ગાયો ભરી આપનાર લાલા ઘાંચી અને સકીલને વોન્ટેડ જાહેર કરાયા હતા. જ્યારે 40 હજારની 4 ગાયો અને ટેમ્પો મળી 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ડ્રાઈવર હેલ્પરની ધરપકડ કરી વેડચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:43 pm IST)