Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

વડોદરામાં મીની વાવઝોડુ ફુંકાયું :રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૃક્ષ અને વીજ થાંભલા તેમજ હોર્ડિંગ્સ ધરાસાયી :ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

વરણામાં નજીક હાઇવે ઓથોરિટી વેલકમ કરતો લગાવવામાં આવેલ મહાકાય રેલિંગ સાથે માર્ગ પર તૂટી પડ્યું

વડોદરામાં 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૃક્ષ અને વીજ થાંભલા તેમજ હોર્ડિંગ્સ ધરાઈ થવાને લઈ કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

વારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાતા વડોદરા નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષ બીજ થાંભલા અને વેલકમ કરતા હોર્ડિંગ્સની રેલિંગ તૂટી પડી હતી.જેને લઇને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 

વાવાઝોડાના પગલે ધૂળની ડમરીઓના પગલે સમગ્ર શહેર ધૂળની ડમરીઓથી ઢંકાઇ ગયું હતું. પ્રચંડ વાવાઝોડા અને ગાજ-વીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે ઠેર-ઠેર વૃક્ષો વીજ થાંભલા અને હોર્ડિંગ ધરાસાઇ થયા હતા. જેની અસર વડોદરા નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ જોવા મળી હતી. વડોદરા નજીકના દેના ગામ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વિજ થાંભલો નમી પડ્યો હતો જેને લઇને વાહન ચાલકો અટવાયા હતા તેમજ વરણામાં નજીક હાઇવે ઓથોરિટી વેલકમ કરતો લગાવવામાં આવેલ મહાકાય રેલિંગ સાથે માર્ગ પર તૂટી પડ્યું હતું જો કે સદનસીબે જાનહાની ટળી હતી.

 

(11:41 pm IST)