Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

નસવાડીના જુનાતણખલા ગામે મીની વાવાઝોડું ફુંકાયુ: ટ્રેક્ટર ઉપર મોટું ઝાડ પડ્યું : ટ્રેક્ટર નીચે બેસી ગયુ

છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક પતરા ઉડ્યા, ક્યાંક ઝાડ પડવાના બનાવ: ક્યાંક દીવાલ ધરાશાયી થવાની ઘટના

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી જતાં ઠેર-ઠેર નુકસાની નજરે પડી રહી છે. જિલ્લામાં ક્યાંક પતરા ઉડ્યા, ક્યાંક ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે. તો ક્યાંક દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે એક ટ્રેક્ટર પર ઝાડ પડવાનો વિડીયો સામે આવ્યો છે. 

 જિલ્લાના નસવાડી તાલુકાના જુનાતણખલા ગામે ટ્રેક્ટર ઉપર મોટું ઝાડ પડ્યું હતુ. ડ્રાઇવર સીટ પર મોટુ ઝાડ વચ્ચોવચ પડ્યુ હતુ. સદનસીબે જાનહાની કોઇ સમાચાર નથી પરંતુ ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યુ છે.કારણ કે ઝાડની લંબાઇ ખૂબ જ મોટી હોવાથી ટ્રેક્ટરની વચ્ચેના ભાગમાં પડતા ટ્રેક્ટર નીચે બેસી ગયુ હતુ. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરના કસ્બા વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી હતી. વાવાઝોડાને પગલે મકાનની દીવાલ ધરાશાયી થતા લાઇવ વિડીયો વાયરલ થયો છે. દીવાલ પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. જિલ્લામાં વાવાઝોડાએ વિનાશ નોતર્યો છે.

(11:37 pm IST)