Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

રાજપીપળામાં વાવાઝોડા સાથે વરસાદ :અનેક જગ્યાએ ઝાડ પડતા વાહનોને નુકશાન : વીજ પ્રવાહ ખોરવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં અનેક ઠેકાણે વૃક્ષો પડતા રસ્તાઓ બંધ થયા હતા અને વાહનોને પણ નુકશાન થયું હતું. વાવાઝોડાને પગલે પતરાનો શેડ ઉડીને નીચે પડતા 3 લોકોના જીવ બચી ગયા હતા.

રવિવારે સવારે નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે ધોધ માર વરસાદ વરસ્યો હતો, વાવાઝોડાને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થતા વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો અને વૃક્ષો ની આસપાસ મૂકેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ને નુકશાન થયું હતું જ્યારે અમુક રસ્તા પણ બંધ થઈ ગયા હતા આ તમામની વચ્ચે રાજપીપળામાં વરસાદને પગલે અફરા તફરીનો માહોલ છવાયો હતો.
જેમાં રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં મહાકાળી સેવઉસળની દુકાને રાબેતા મુજબ લોકો સેવઉસળ ખાઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્યાંથી લગભગ 200 ફૂટ દુર ત્રણ માળના મકાન પરથી પતરાનો આખે આખો શેડ ઉડીને આવતા સેવ ઉસળ ખાઈ રહેલા ગ્રાહકો સમયસૂચકતા વાપરી ખસી જતાં મોટી જાન હાની ટળી હતી, જો એમણે સમય સૂચકતા વાપરી ન હોત તો સેવ ઉસળ ખાઈ રહેલા લગભગ 3 થી 4 લોકોને ગંભીર ઈજાઓ થાત અથવાતો એમનો જીવ પણ જવાની શક્યતાઓ હતી.

(9:52 pm IST)