Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ :નસવાડીમાં પ્લાસ્ટિકના શેડ હવામાં ઉડ્યા: હાટ બજારમાં લોકોમાં નાશભાગ

હાટ બજારમાં પ્લાસ્ટિક સાથે બાંધેલા ખાટલા પણ હવામાં રમકડાંની જેમ જ હવામાં ઉડવા લાગ્યા :વાવાઝોડાને લઈ ખેદાન મેદાન જેવી સ્થિતિ થઈ ગઈ

છોટા ઉદેપુર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.ભારે પવન ફુંકાવાને લઈ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક ઠેકાણે નુક્શાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. છોટા ઉદેપુરના નસવાડી વિસ્તારમાં વાવાઝોડાની અસરને લઈ પ્લાસ્ટિકના શેડ હવામાં ઉડ્યા હતા. વિસ્તારમાં ભારે પવને ખૂબ જ નુક્શાન પહોંચાડ્યુ હતુ.

 ભારે પવનને લઈ નસવાડીના હાટ બજારમાં પણ નુક્શાન પહોચ્યુ હતુ. ભારે પવનને લઈ હાટ બજારમાં નાસભાગ મચી ગઈ હતી. હાટ બજારમાં પ્લાસ્ટિક સાથે બાંધેલા ખાટલા પણ હવામાં રમકડાંની જેમ જ હવામાં ઉડવા લાગ્યા હતા.

દ્રશ્યો જોઈ શકાય છે, કે જેમાં ખાટલા પણ હવામાં ઉડવા લાગ્યા હતા. લોકોએ ભારે પવન દરમિયાન કોઈ નુક્શાની ના પહોંચે એ માટે થઈને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે નાસભાગ મચાવી હતી. જોકે આ દરમિયાન હાટબજારની સ્થિતી વાવાઝોડાને લઈ ખેદાન મેદાન જેવી થઈ ગઈ હતી

 

(8:24 pm IST)