Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

મોડાસાથી રાજેન્દ્રનગર જવાના રસ્તામાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા: તાલુકાના રામપુર ગઢડા ગામના પરેશભાઈ પુંજારા અને ઈશ્વરસિંહ ચૌહાણ બંને મોટર સાયકલ લઈ ગઢા ગામે ગયા હતા.જેઓ ગઢા ગામેથી પરત ઘરે આવતા હતા.ત્યારે રાત્રીના સુમારે ખંભીસર ગામની સીમમાંથી પસાર થઈ રહયા હતા.તે દરમ્યાન પુરઝડપે અને બેદરકારી પૂર્વક બાઈક હંકારી આગળ જતાં અજાણ્યા જીપ ડાલાની પાછળના ભાગે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઈક ઉપર સવાર બંને ઈસમો રોડ ઉપર પટકાયા હતા.જેમાં પરેશભાઈ પુંજારા ને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જયારે ઈશ્વરસિહ ચૌહાણ ને શરીરે ઈજાઓ થતાં તાબડતોડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ પરીવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં અજાણ્યા જીપડાલા પાછળના ભાગે રેડીયમ પટ્ટી કે લાઈટ હોઈ જેથી ઘટના ઘટી હતી. જેમાં રામપુર ગામના ઈસમનું મોત નીપજયું હતું. બનાવ અંગે બળવંતસિંહ વિજયસિંહ પુંજારા(રહે.રામપુર-ગઢડા) નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:36 pm IST)