Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સરકારનો ગરીબોને વધુ એક ડામઃ જૂન મહિનાનુ કેરોસીનમાં લીટરે રાાનો વધારો

રાજકોટ તા. ૪ : કોરોના કાળમાં લાખો-કરોડો બેકાર થયા છે, અસહ્ય મોંઘવારી ફાટી નીકળી છે, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવો આસમાને છે, તે વચ્ચે સરકારે ગરીબ કાર્ડ હોલ્ડરોને આ ચાલૂ મીસમાં જૂન મહિનામાં વધૂ એક ડામ આપી દિધો છે, સસ્તા અનાજની દુકાનેથી મળતું કેરોસીનમાં લીટરે રાા રૂપિયાનો વધારો ઝીંકી દેતા હાશકારો નીકળી ગયો છે, ગત તા.૧૬ મેના રોજ કેરોસીનના રાજકોટ શહેર-જીલ્લામાં ઉપલેટામાં ભાવ ૩૯.૧૩ હતા તેના જૂન મહિનામાં ૪૧રૂપિયા અને ૭૦ પૈસા થઇ ગયા છે, તો સૌથી ઓછા રાજકોટ સીટીમાં ૩૮.ર૭ હતા તેના ૪૦ રૂપિયા અને૮૪ પૈસા થઇ ગયા છે.

ગયા વખતે ર લાખ ૪૦ હજાર લીટરની ફાળવણી હતી, આ વખતે તેમાં પણ ૧ હજાર લીટરનો ફાળવાયું છે,  હાલ રાજકોટ શહેર-જીલ્લામાં  BPL અને અત્યોંદય બંને મળીને કુલ ૪૯ હજાર રર૮ કાર્ડ હોલ્ડરો કેરોસીન મેળવી રહ્યા છે.

(3:37 pm IST)