Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સોમવારથી ખાનગી ઓફિસમાં 100 ટકા સ્ટાફને મંજૂરી :કોરોનાના કેસ ઘટતા રૂપાણી સરકારનો મોટો નિર્ણય

શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય: સરકારી કચેરીઓ તથા ખાનગી ઓફિસોમાં હવે 100 ટકા સ્ટાફને કામ કરવા માટે મંજૂરી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહયો છે કોરોના વાયરસના કેસના કારણે નાઈટ કર્ફ્યૂ તથા દિવસમાં વેપાર ધંધામાં પણ ગુજરાત સરકાર દ્વારા રાહત આપી દેવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓ તથા ખાનગી ઓફિસોમાં હવે 100 ટકા સ્ટાફને કામ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાતમી જૂનથી ગુજરાતની ઓફિસો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી થઈ જશે. આવતીકાલે શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે

કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે મોટા ભાગના શહેરોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા જે હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની ખાનગી કંપનીઓમાં માત્ર 50% કર્મચારીઓની હાજરી સાથે કામની પરવાનગી આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની પ્રથા ચાલુ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ બાદ હવે ફરી ગુજરાતની ઓફિસોમાં પહેલા જેવો માહોલ જોવા મળશે

(1:25 pm IST)