Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ચાલુ વર્ષે ગુજરાત સરકારનાં ૧૭,૦૦૦થી વધુ કર્મચારીઓ નિવૃત થશે

નવી ભરતી લગભગ ઠપ્પ છે ત્યારે નિવૃતોની સંખ્યા વધતા કામકાજને અસર થવાની સંભાવના : હાલ ૮ લાખ કર્મચારીઓની ફોજ છે સરકારમાં : ભરતી કરતા ૧૦ ગણા નિવૃત થાય છે

નવી દિલ્હી,તા. ૪: સરકારી નોકરીઓમાં નવી ભરતી લગભગ ઠપ થઈ ગઈ છે અને નિવૃત્ત્। થનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો હાલમાં સરકારનું ગાડું આઉટસોર્સિંગ અને નિવૃત્ત્। કર્મચારીઓને એકસટેન્શન આપીને દોડાવાઈ રહ્યું છે, તેમ એક સમય એવો આવીને ઉભો રહેશે કે સરકારનું લગભગ બધું જ કામ આ રીતે ચાલતું હશે. આ આશંકા એમ જ નથી વ્યકત કરવામાં આવી રહી, પરંતુ ૨૦૨૧ના વર્ષના અંત નિવૃત્ત્। થવા જઈ રહેલા સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓનો આંકડો અને તેની સામે ભરતીની સરેરાશ જોઈને કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં, છેલ્લા સાત વર્ષમાં પ્રતિ વર્ષ ૧૫થી ૧૭ હજાર સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત્। થયા છે અને હવે વર્ષ ૨૦૨૧ના અંતમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાંથી વધુ ૧૭ હજારથી વધુ કર્મચારીઓ વયનિવૃત્ત્। થઈ રહ્યાં છે.

ગુજરાત સરકારમાં હાલમાં ૮ લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે. ૨૦૦૫ પછી નિવૃત્ત્। થનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ખાસ કરીને જૂન મહિનામાં નોકરીમાં લાગેલા હજારો કર્મચારીઓ એક જ મહિનામાં નિવૃત્ત્। થાય છે. ૨૦૧૯માં નિવૃત્ત્િ।નો આંકડો ૧૯,૭૦૦ હતો, જયારે ૨૦૨૦માં ૧૭,૫૦૦ કર્મચારીઓ નિવૃત્ત્। થયાં છે. નિવૃત્ત્। થયેલા આ કર્મચારીઓમાં સરકારની વિવિધ કચેરીઓ, શિક્ષકો, પ્રોફેસરો, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિવિધ પંચાયતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સ્થિતિ એવી છે કે, દરવર્ષે જેટલા લોકોની સરકારી નોકરીઓમાં ભરતી થાય છે, તેના કરતા ૧૦ ગણા કર્મચારીઓ નિવૃત્ત્। થાય છે. હવે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે, વહીવટમાં કુશળ અને સિનિયર મોસ્ટ અધિકારીઓની એક મોટી ફોજ નિવૃત્ત્િ।ના આરે છે, ત્યારે સરકારના વિભાગોને અનુભવી વિભાગીય વડા મળવાનું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ગુજરાત વહીવટી સેવાના સિનિયર ઓફિસરોની પણ આવી જ હાલત છે. એક મોટી ટીમ નિવૃત્ત્િ।ની નજીક છે. સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય તો એ બની ગયો છે કે, વર્ગ ૧થી ૩ના કર્મચારીઓની નિવૃત્ત્િ।નો આંકડો દર વર્ષે ૧૫ હજાર કરતા વધી ગયો છે.

પ્રતિવર્ષ ૩થી ૫ હજાર સરકારી શિક્ષકો પણ નિવૃત્ત્। થઈ રહ્યાં છે. નિવૃત્ત્। થતા શિક્ષકો સામે રાજય સરકાર શિક્ષણમાં વિદ્યા સહાયકોની નિયુકિત કરી રહી છે, પરંતુ સચિવાલય તેમજ અન્ય સરકારી કચેરીઓમાં નિવૃત્ત્। થતા કર્મચારીઓ સામે તેટલી ભરતી નથી નથી. આગામી બે વર્ષમાં જ ૩૦ હજાર કરતા વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત્। થઈ જશે. સરકારમાં ઈજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેકનિકલ સ્કીલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ વર્તાઈ રહી છે. ઓછી ભરતી થતી હોવાથી હાલમાં જે કર્મચારીઓ છે તેમના પર કામનું ભારણ વધી જતું હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

સરકાર વહીવટી ખર્ચ બચાવવા માટે ભરતીઓ ઓછી કરી રહી છે અને બને તેટલા ઓછા કર્મચારીઓની કામ ચલાવવાની નીતિ અપનાવી રહી છે, પરંતુ સરકાર રૂપિયા બચાવવા જતાં લાંબાગાળાના નુકસાનની ગણતરી નથી કરી રહી એવો સૂર વ્યકત થઈ રહ્યો છે. જણાવાયા મુજબ, સરકારમાં હવે મોટાભાગે ૧૧ માસના કરાર આધારિત ભરતીઓ થતી હોવાથી કોઈ કામ કરવા માગતું નથી અને જે લોકો આવે છે તેમને નોકરીની સિકયુરિટી ન હોવાથી કામ કરવામાં રસ નથી હોતો. એવો ભય વ્યકત કરાઈ રહ્યો છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો એક સમય એવો આવશે કે રાજય સરકારનું બધું જ કામ આઉટસોર્સિંગથી થતું હશે કે પછી નિવૃત્ત્। કર્મચારીઓને એકસટેન્શન આપીને જ ચલાવાતું હશે.

(10:51 am IST)