Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પાંચ રૂપિયાના ટ્રાન્ઝેક્શને ૫૦૦૦નું નુકસાન કરાવ્યું

ઓનલાઈન વ્યવહાર કરનાર માટે ચેતવણીરૂપ કિસ્સો : પીડિત યુવકે ગૂગલ ઉપરથી કુરિયર કંપનીનો ફોન નંબર શોધી તેના પર કોલ કર્યા બાદમાં ગઠિયાની જાળમાં ફસાયો

અમદાવાદ, તા. : શહેરમાં વધુ એક યુવાન સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતા સન બિન સેલ્સ એન્ડ સર્વિસ નામની ઓફિસ ધરવતા ઋષભ શાહ નામના યુવાન પાસે રૂપિયા ૫નું ટ્રાન્ઝેક્શન કરાવી ગઠિયો હજાર પડાવી ગયો હતો.

માર્ચ મહિનામાં ફરિયાદીનું પાર્સલ ફેડેક્સ કુરિયરમાં આવ્યું હતું. જે તેમના સુધી પહોંચ્યું હતું. જેથી તેમણે પાર્સલ કયાં છે તે ટ્રેસ કરવા માટે ગૂગલમાં સર્ચ કરી ફેડેક્સ કુરિયરનો નંબર મેળવ્યો હતો. જોકે, તેમાં ફોન કરતા જાણવા મળ્યું હતું કે તેમનું પાર્સલ રિટર્ન થયું છે. જે પાર્સલ મેળવવું હોય તો ગૂગલ પે મારફતે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે.

ગઠીયાના કહેવા મુજબ પ્રક્રિયા કરતા ફરિયાદીએ તેમનો ગૂગલ પે એકાઉન્ટ નંબર તેને આપ્યો હતો. જે નંબર પર એક લિંક આવતા ફરિયાદીએ તેમાં રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા બેન્ક એકાઉન્ટમાંથી હજાર રૂપિયા ઉપડી ગયા હતા. મામલે ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે, પ્રકારે છેતરપિંડી કરવામાં આવ્યાના અનેક બનાવો બનતા રહે છે. સાઈબર ક્રાઈમ દ્વારા પર લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ જાગૃતિના અભાવે લોકો આવા ગઠિયાઓનો શિકાર બનતા રહે છે. સાથે લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોઈ કંપનીના કોલ સેન્ટરનો નંબર તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવવો. ગૂગલ પર ઘણી વખત ગઠિયા લોકોને શિકાર બનાવવા આવા નંબરો મૂકી દેતા હોય છે. એટલે કે, જ્યારે કોઈ ગ્રાહક ફોન કરે છે ત્યારે તે કોલ ગઠિયા પાસે જાય છે, કંપની પાસે નહીં. જે બાદમાં ગઠિયો જે તે વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે.

(10:03 pm IST)