Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

૮ જૂનથી સોમનાથ, અંબાજી ડાકોર મંદિરમાં દર્શન ખુલશે

કોરોનામાં ભગવાનના દર્શન બંધ થઇ ગયા હતા : પાવાગઢના પુનઃનિર્માણ કામો ચાલુ હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ૨૦ સુધી મંદિરના દ્વાર બંધ રહેશે

અમદાવાદ, તા. : કોરોનાની મહામારીમાં બંધ થઇ ગયેલા ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામો અને શક્તિપીઠના દ્વાર ભાવિકો માટે ૭૭ દિવસ પછી ખૂલવા જઇ રહ્યાં છે. આગામી આઠમી જૂનથી ભાવિકો સોમનાથ, અંબાજી, રણછોડરાયજીના દર્શન નીજ મંદિરમાં જઇ કરી શકશે. જો કે પાવાગઢ સ્થિત વિશ્વ વિખ્યાત મહાકાળી માતાજીનું મંદિર હમણાં દર્શન માટે ખૂલશે નહીં, જ્યારે સલામતીના ભાગરૂપે સોમનાથ મંદિરમાં યોજાતી ત્રણ આરતીમાં ભાવિકો ભાગ નહી લઇ શકે. ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિર અગામી આઠમી જુનથી ભાવિકો માટે ખૂલશે તેવી જાહેરાત કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ 'બાવીસમી માર્ચથી સોમનાથ મંદિર બંધ છે.પરંતુ સરકારની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આઠમી જૂનથી દર્શન માટે ખોલવામાં આવશે. સોમનાથ મંદિરમાં આરતીમાં વધુ ભીડ થાય છે જેથી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહિના સુધી આરતી દરમ્યાન મંદિરમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે.

            સોમનાથ મંદિરમાં રોજ ત્રણ આરતી થાય છે. મંદિર દર્શન માટે ખુલ્લુ મુકાયા બાદ મંદિરની અંદર માત્ર ૨૦ ભાવિકો સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શન માટે ઉભા રહી શકે તેમજ મંદિર પરિસરમાં ૧૦૦ ભાવિકો ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દર્શનાર્થીઓ મંદિરમાં આવશે ત્યારે તેઓના ટેમ્પરેચરની તપાસ થશે. સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવુ પડશે અને માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે.સોશ્યલ ડીસ્ટન્સ રાખવા માટે ર્માકિંગ કરેલી જગ્યામાં ભાવિકોએ ઉભા રહેવુ પડશે. સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરી મયાર્દિત કરવામાં આવ્યો છે અને સવારે -૩૦થી ૧૧-૩૦ સુધી તેમજ બપોરે ૧૨-૩૦થી સાંજે -૩૦ સુધી ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે.

            સોમનાથ મંદિર ઉપરાંત ભાલકા તીર્થ મંદિર, રામ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ભીડીયા મંદિર, ગીતા મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિર મંદિર ખોલવા માટે તૈયારીઓ કરી લીધી છે અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આગળ વધીશું. આઠમી જૂનથી અંબાજી મંદિર દર્શન માટે ખૂલશે.વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિર 'હાલમાં મંદિરમાં સાફ સફાઇ થઇ છે અને ગાઇડલાઇનના આધારે મંદિર ખોલવા માટે પ્લાનિંગ કરીશું. મંદિર ખૂલશે ખરું પણ અમે ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યાં છીએ. પાવાગઢ પર આવેલુ વિશ્વ વિખ્યાત મહાકાળી મંદિર આઠમી જૂને ખુલશે નહી.'પાવાગઢ મંદિર ખાતે મંદિરના પુનઃનિર્માણ નવનિર્માણ તેમજ યાત્રાળુઓ માટેના નવા પગથિયાં તેમજ અન્ય બાંધકામનાં કામો ચાલુ હોવાથી યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને ૨૦ જૂન સુધી મંદિરના દ્વાર યાત્રાળુઓ માટે બંધ રહેશે.

(10:04 pm IST)